Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક

|

Oct 27, 2021 | 8:13 AM

Vadodara: 6 દિવસનું બાળક ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું છે.

વડોદરાના વાઘોડિયાના ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસનું બાળક ગુમ થવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. પાંચ દિવસની શોધખોળ બાદ બાળક સહીસલામત મળી આવ્યું છે. અને આ ઘટનામાં પોલીસે 5 થી 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર મામલે નજર કરીએ તો, કાલોલ વિસ્તારમાં રહેતા કલ્પેશ રાઠોડના પરિચીતમાં એક આર્મી પરીવારને બાળક જોઈએ છે. તેની 5-6 મહિનાથી વાત શરૂ હતી. જેને લઈને કલ્પેશે બે-ત્રણ લોકોનો સંપર્ક કર્યો હતો.

અંતે ભાવનગરપુરા ગામમાંથી 6 દિવસના બાળકનું અપહરણ કરી બિહારના રોહતાસ જિલ્લામાં બાળક 4 લાખમાં વેચી દેવામાં આવ્યું હતું. હાલ જિલ્લા પોલીસે આ ઘટનામાં 5 થી 6 લોકોની અટકાયત કરી છે. તેમજ બાળકો વેચવા માટેની ગેંગની લિંક મેળવવા ઉપરાંત આવા કાળા કામ અટકાવવા માટે આગળની કાર્યવાહી પોલીસ કરશે.

 

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

આ પણ વાંચો: UP Dengue Case: ઉત્તર પ્રદેશમાં ડેન્ગ્યુના મામલાએ બનાવ્યો નવો રેકોર્ડ, અત્યાર સુધી 18 હજારથી વધુ કેસ આવ્યા સામે

Published On - 8:10 am, Wed, 27 October 21

Next Video