વડોદરા શહેરમાં વર્ષો કાઢી નાખ્યા, જિંદગી ઘસાઈ ગઈ પરંતુ હજુ સુધી ભારતીય નાગરિકતા નથી મળી. વડોદરામાં આવા 49 લોકો છે જેઓ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે તરસી રહ્યા છે. જિંદગી ભલે પૂરી થવાના આરે આવી ગઈ પણ નવો કાયદો આવવાથી ભારતીય નાગરિકતાની તેમની આશાઓ જીવંત થઈ છે.
આ પણ વાંચો: VIDEO: સુરત દુષ્કર્મના આરોપીને પોલીસે લુમ્સના કારખાનામાંથી ઝડપી પાડ્યો
વડોદરામાં આવીને વસેલા 49 બિનભારતીય નાગરિકોએ નાગરિકતા મેળવવા માટે વડોદરા જિલ્લા કલેક્ટરને અરજી કરેલી છે. જેમાંથી 34 લોકો નાગરિકો પાકિસ્તાનથી વડોદરા સ્થાયી થયા છે. 34માંથી 2 મુસ્લિમ અને 32 હિન્દુ છે. વર્ષ 1991 થી વડોદરામાં સ્થાયી થયેલા રિઝવાના મન્સુરીએ પોતાને ભારતીય નાગરિકત્વ જલ્દીથી મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો