વડોદરા (Vadodara) શહેરના છાણી પોલીસ મથક (police station) ના એક કોન્સ્ટેબલ (Constable) દ્વારા બાળક પર ગુજારવામાં આવેલ અમાનુષી અત્યાચાર (Atrocities) ની શરમજનક કરતૂત સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે, ખાખી વર્ધિ ધારી આ પોલીસ કોન્સ્ટેબલ બાળક (child) ને થપ્પડ અને લાતોથી માર મારતો કેમેરામાં કેદ થયો છે,બાળક દોડતા દોડતા એક દુકાનમાં ઘૂસે છે.કોન્સ્ટેબલ પણ તેની પાછળ પાછળ આવે છે, દુકાનમાં ઘુસી ગયેલા બાળકને મારતા મારતા તેનો હાથ પકડી કોન્સ્ટેબલ હાથ મંચકોડી નાંખી બહાર લાવી થપ્પડ અને લાતો ઝીંકી ખાખીનો રોફ બતાવે છે, આસપાસ ઉભેલા લોકોની સમજાવટ બાદ પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી રવાના થાય છે.
આ ઘટના નંદેસરી પોલીસ મથક ની હદમાં બની છે. બાળક પર અત્યાચાર ગુજારનાર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ છાણી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. છાણી પીઆઈ રજા પર હોવાથી તેઓનો ચાર્જ નંદેસરી પીઆઇ પાસે છે અને છાણી પોલીસ મથકની કેટલીક જરૂરી ટપાલો તથા કાગળો પર સહી લેવા માટે કોન્સ્ટેબલ શક્તિસિંહ PCR વેન માં નંદેસરી પોલીસ મથકે આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
PCR વેન જઈ રહી હતી ત્યારે અચાનક આ બાળક PCR વેન ની આગળ આવી જતા ઉશ્કેરાઈ ગયેલા કોન્સ્ટેબલ શક્તિસિંહ બાળકને પકડીને આ રીતે બેહરમીપૂર્વક માર મારતા બાળક ને હાથ ના ભાગે ઇજા પહોંચી છે અને સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગઈ,બાળક ની માતા ની ફરિયાદ ને આધારે નંદેસરી પોલીસ મથકે કોન્સ્ટેબલ શક્તિસિંહ વિરુદ્ધ એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળ ની કાનૂની કાર્યવાહી કોર્ટ ના માર્ગદર્શન બાદ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદ : મેમ્કો બ્રિજ નજીક લાકડાના ગોડાઉનમાં આગ, 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં
આ પણ વાંચોઃ Ahmedabad : DRIએ એરપોર્ટ ઉપરથી 1.06 કરોડના હીરા જપ્ત કર્યા