Vaccination : રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં, એક દિવસમાં ત્રણ લાખથી વધુ લોકોનું વેક્સિનેશન

|

Jul 11, 2021 | 9:04 AM

રાજ્યમાં વેક્સિનેશનની કામગિરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો પર વેક્સિન લેવા લોકોની લાંબી લાઈનો લાગી હતી.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટરો (Vaccination Center) શરૂ થયા છે. રાજ્યમાં કાલથી 5000 થી વધુ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.02 લાખ લોકોનું રસીકરણ થયું છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બુધવારે મમતા દિવસના રોજ વેક્સિનેશન કાર્યક્રમ (Vaccination) બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વેક્સિનનો (Vaccine) પર્યાપ્ત જથ્થાના અભાવે વધુ બે દિવસ વેક્સિનેશન કામગિરી બંધ રાખવાની ફરજ પડી હતી. મહત્વનું છે કે, ત્રણ દિવસ બાદ રસીકરણ કેન્દ્રો ખુલતા વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી હતી.

રાજ્યમાં જિલ્લામાં થયેલા રસીકરણની વાત કરવામાં આવે તો, સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં (Ahmedabad) 36,998 લોકોએ વેક્સિન મેળવી હતી. જ્યારે સુરતમાં 18537 લોકોએ વેક્સિન મેળવી હતી. બીજી તરફ વડોદરામાં 13,526 લોકોએ વોક્સિનેશનનો લાભ મેળવ્યો.

છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું રસીકરણ રાજકોટ (Rajkot) શહેરમાં થયું હતું. જેમાં 24 કલાકમાં માત્ર 10,059 લોકોનું જ રસીકરણ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.76 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ગયું છે. ઉપરાંત,આજે રવિવારની રજાના દિવસે મોટી માત્રમાં રસીકરણ થાય તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને સાણંદમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

Next Video