રાજ્યમાં 35 લાખ કિશોરો (teenagers)ને કોરોના (Corona)ની વેક્સીન (Vaccine) આપી દેવાની કામગીરી શરુ કરવામાં આવી છે. રાજ્યમાં 6,306 સેન્ટર પરથી કિશોરોને રસીકરણ (Vaccination)નું કામ શરુ કરવામાં આવ્યુ છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rushikesh Patel) જણાવ્યુ કે કોરોના સામે રસીનું સુરક્ષા કવચ બાળકો અને તરુણોને મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે ગુજરાતના હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને જે કોમોર્બિડ પેશન્ટ છે તેના માટે પણ રસીકરણની કામગીરી ચાલુ થવાની છે. આરોગ્ય પ્રધાને જણાવ્યુ કે બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળવાથી તેમને કોરોના થવાની શક્યતા 70 ટકા ઓછી થઈ શકે છે. જ્યારે ઓમિક્રોન માઈલ્ડ વેરિયન્ટ હોવાથી વધતા કેસ સામે વેક્સિનનો બૂસ્ટર ડોઝ મળી રહેતા સંક્રમિત થવાની શક્યતા પ્રાથમિક રિપોર્ટ અનુસાર પણ 50થી 70 ટકા ઘટી જવાની આશા સેવાઈ રહી છે.
વેક્સિન મળી રહેતા ઘણા લોકો કોરોના અંગેના નિયમોનું પાલન કરવાનું છોડી દે છે. વેક્સિન બાદ શરીરમાં ઈમ્યુનિટી વધી જતા કોરોના થવાની શક્યતા ઓછી જરૂર થઈ જાય છે, પરંતુ જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો સંક્રમિત થઈ શકે છે. જેથી બાળકો માટે પણ કોરોના અંગેના નિયમોનું ખાસ પાલન કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે.
નિષ્ણાંતોના મત મુજબ રસી લીધા પછી બાળકોને તાવ, રસી લાગેલી છે તે હાથમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત છે. મોટા ભાગના કિસ્સાઓમાં તાવ એક દિવસમાં ઉતરી જાય છે. આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણ પછી આ બધા લક્ષણો સામાન્ય છે.
આ પણ વાંચોઃ Ahmedabad : કોરોનાના કેસને લઈ સિવિલમાં મહત્વની બેઠક, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ઓફિસરને છ દિવસની તાલીમ અપાશે
આ પણ વાંચોઃ Surat : કોવિડ ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન, માસ્ક વગર ડીજેના તાલે ઝુમ્યા યુવાનો