Vaccination: ફરજિયાત રસીકરણને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, ફરજિયાત રસીકરણની સમય મર્યાદા લંબાવાઈ

|

Jun 30, 2021 | 8:07 PM

Corona Vaccination: અગાઉ ગુજરાતમાં 30મી જૂન સુધી તમામ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ ચાલુ કરવા માટે રસીનો પ્રથમ ડોઝ ફરજિયાત બનાવ્યો હતો.

Vaccination: રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસિનેશન ફરજિયાત બનાવવામાં આવી છે, તેની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. સરકારે ગત અઠવાડિયે ગુજરાતમાં 30મી જૂન સુધી તમામ વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાઓ ચાલુ કરવા માટે રસીનો પ્રથમ ડોઝ ફરજિયાત બનાવ્યો હતો.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરજિયાત રસીકરણની મુદત 10મી જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો : Navsari: પાણી ભરાયેલા ગરનાળામાં કાર અટવાઈ, ફાયર બ્રિગેડે કર્યુ રેસ્ક્યુ, જુઓ Video

Next Video