Vacciantion : રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં, જાણો એક દિવસમાં કેટલા લોકોએ મેળવી વેક્સિન

|

Jul 13, 2021 | 2:40 PM

રાજ્યમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશનનો (Vaccination) પુરતો જથ્થો મળતા, ફરી એકવાર મોટાભાગના વેક્સિનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં વેક્સિનેશન અભિયાને વેગ પક્ડયો છે.

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરીથી શરૂ થયેલા વેક્સિનેશન અભિયાને વેગ પકડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2,54,759 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું.

કોરોનાથી રક્ષણ મેળવવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Vaccine) જ માનવામાં આવે છે, ત્યારે લોકો પણ વેક્સિન માટે જાગુત થઈ રહ્યા છે. જેેના લીધે વેક્સિનનો પુરતો જથ્થો મળતા શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરો (Vaccination center) પર લકોની લાઈનો જોવા મળી હતી.

 

જ્યારે, રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા રસીકરણની વાત કરવામાં આવે તો , બે કરોડ 81 લાખથી વધારે લોકોએ વેક્સિન મેળવી છે.મહત્વનું છે કે, ત્રણ દિવસ રાજ્યમાં વેક્સિનેશન સેન્ટર શરૂ થતા લોકો મોટી સંખ્યામાં રસી લેવા માટે ઉમટ્યા હતા.

રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં (District Wise)  થયેલા રસીકરણની વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 31569 લોકોએ વેક્સિન મેળવી,જ્યારે સુરત શહેરમાં 29,880 લોકો અને વડોદરામાં 18723 લોકોનું વેક્સિનેશન થયું હતું. ઉપરાંત રાજકોટમાં 16,5732 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

રાજ્યમાં એક તરફ વેક્સિનેશને (Vaccination)  વેગ પકડ્યો છે. જ્યારે, બીજી બાજુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે.રાજ્યમાં હાલ, માત્ર 801 કેસો એક્ટિવ છે અને રિકવરી રેટ (Recovery rate) પણ 98.68 % સુધી પહેંચ્યો છે.

 

આ પણ વાંચો: Ahmedabad : બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતમાં કોરોનાના કેસમાં થયેલો ઘટાડો સરકારની ‘સાચી દિશા’ સૂચવે છે : મુખ્યમંત્રી

 

આ પણ વાંચો: શું 4 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર? દેશના વરિષ્ઠ વૈજ્ઞાનિકે કર્યો ચિંતાજનક દાવો

Published On - 9:09 am, Tue, 13 July 21

Next Video