GANDHINAGAR : અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝે CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, મુખ્યપ્રધાને વાઈબ્રન્ટ સમિટ, ડીફેન્સ એક્સ્પોનું આમંત્રણ આપ્યું

|

Sep 18, 2021 | 5:34 PM

મુખ્યપ્રધાન પટેલે  અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝે ગુજરાત સાથેના વ્યાપારિક વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટીવ એપ્રોચ માટે આભાર દર્શાવ્યો હતો.

GANDHINAGAR : અમેરિકી કોન્સ્યુલેટ  જનરલ ડેવિડ રેન્ઝે CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, મુખ્યપ્રધાને વાઈબ્રન્ટ સમિટ, ડીફેન્સ એક્સ્પોનું આમંત્રણ આપ્યું
US Consulate General David Ranz met with CM Bhupendra Patel

Follow us on

GANDHINAGAR :અમેરિકાના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝ (US Consulate General David Ranz) ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ની સૌજન્ય મુલાકાત કરી હતી. શ્રીયુત ડેવિડ રેન્ઝ અમેરિકાના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે.મુખ્યપ્રધાન પટેલને મળતાં પૂર્વે તેઓ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને અમદાવાદની મુલાકાત લઇને ગાંધીનગર આવેલા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેનો ખ્યાલ આપ્યો હતો.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે.વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ SOU પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારૂં એક પ્રજાહિત કાર્યનું ધામ બન્યું છે એમ પણ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગુજરાત- USA વચ્ચેના વ્યાપારિક, આર્થિક સંબંધોના સુદ્રઢ સેતુની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં યુ.એસ.એ માંથી 11.36 બિલીયન યુ.એસ.ડોલરનું FDI આવ્યું છે. મુખ્યપ્રધાન પટેલે ગુજરાતમાં હાલ કાર્યરત 120 જેટલી યુ.એસ. ઊદ્યોગ ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઊદ્યોગો ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમની તત્પરતા વ્યકત કરી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝને ગુજરાતની વિશ્વ ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટમાં તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-2022 માં યોજાનારા ડિફેન્સ એકસપોમાં યુ.એસ ઊદ્યોગો-પ્રતિનિધિમંડળોને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. યુ.એસ કંપનીઓ સેમિકંડકટર્સના ઉત્પાદન માટે પણ ગુજરાતમાં ઉત્પાદન એકમો માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યપ્રધાન પટેલે  અમેરિકી કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રેન્ઝે ગુજરાત સાથેના વ્યાપારિક વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટીવ એપ્રોચ માટે આભાર દર્શાવ્યો હતો. તેમણે ગુજરાત સાથે ખાસ કરીને ગુજરાત, યુ.એસ.એ વચ્ચે વ્યાપારિક આર્થિક દ્વિપક્ષી સંબંધો, ઉચ્ચશિક્ષણમાં ગુજરાત-યુ.એસ.એ સહભાગીદારી, કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવા સાજીદારી અને સામાજીક ક્ષેત્રોમાં સશક્તિકરણમાં યુ.એસ.એના યોગદાનની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તેમની આ ક્ષેત્રોમાં યોગદાન તત્પરતાને આવકારી સરાહના કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલને ખાસ કરીને કચ્છમાં 30 હજાર મેગાવોટનો જે હાઇબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે, તેમાં તેમજ ગિફટ સિટીમાં યુ.એસ.એ ની બેંકિંગ અને નાણાંકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તેવું ઇંજન પાઠવ્યું હતું. આ સૌજ્ન્ય મુલાકાત બેઠકમાં મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ અવંતિકા સિંઘ, ઊદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમ રાની પણ જોડાયા હતા.

આ પણ વાંચો : ANAND : અમુલ ડેરીનો રેકોર્ડ, વર્ષ 2020-21માં દરરોજ સરેરાશ 36 લાખ કિલો ગુણવત્તાસભર દૂધ સંપાદન કર્યુ

આ પણ વાંચો : બ્રેઇન ટ્યુમર થતા કલેકટર બનવાની ઈચ્છા અધુરી રહી, પણ અમદાવાદ જિલ્લા કલેકટરે ફ્લોરાની ઈચ્છા પૂર્ણ કરી

 

Next Article