વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલના જળસંગ્રહ પ્રોજેકટની સરાહના કરતા અમેરિકી કાઉન્સેલ જનરલ ડેવિડ જે.રેન્ઝ

|

Sep 16, 2021 | 7:42 AM

અમેરિકી દુતાવાસના કાઉન્સેલ જનરલ ડેવિડ જે. રેન્ઝની વડોદરાના ઉધોગકારો ને FGIના હોદ્દેદારો સાથેની બેઠક અત્યંત મહત્વની રહી હતી અને ભારત અમેરિકા વેપાર સંબંધો ને વધુ ગાઢ બનાવવા પર ભાર મુક્યો હતો.

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલના જળસંગ્રહ પ્રોજેકટની સરાહના કરતા અમેરિકી કાઉન્સેલ જનરલ ડેવિડ જે.રેન્ઝ
US Consul General David Ranz Praise Vadodara Municipal Commissioner Shalini Agarwal water conservancy project

Follow us on

અમેરિકી દુતાવાસના કાઉન્સેલ જનરલ ડેવિડ જે. રેન્ઝ(David Ranz )દ્વારા ગુજરાત(Gujarat)  પ્રવાસના ચોથા દિવસે વડોદરા(Vadodara) શહેરમાં અલગ અલગ સ્થળોએ પૂર્વ નિર્ધારિત મીટિંગો કરી હતી. જેમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના ઉદ્ધાર માટે પ્રવૃત્ત લક્ષ્ય ટ્રસ્ટ,એલેમ્બિક ગ્રુપના ચેરમેન ચિરાયુ અમીન,મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ અને ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો સાથે બેઠકો યોજી વિવિધ વિષયો પર વિચાર વિમર્શ કર્યો હતો.

વડોદરાના ઉધોગકારો ને FGIના હોદ્દેદારો સાથેની બેઠક અત્યંત મહત્વની રહી હતી અને ભારત અમેરિકા વેપાર સંબંધો ને વધુ ગાઢ બનાવવા પર ભાર મુક્યો હતો.

મુંબઇ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટ ખાતેના કાઉન્સેલ જનરલ ડેવિડ જે રેન્ઝ ગત રવિવાર થી ગુજરાત ની મુલાકાતે છે,વડોદરા ખાતેના તેઓના રોકાણ ના બીજા દિવસે વિવિધ ક્ષેત્રના લોકો સાથે તબક્કાવર મિટિંગો યોજી હતી. વડોદરા ખાતે ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ના વિસ્થાપન માટે કાર્યરત લક્ષ્ય ટ્રસ્ટ ની મુલાકાત સાથે ડેવિડ જે રેન્ઝે પોતાના દિવસ ની શરૂઆત કરી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીના સન્માન અધિકાર, વિસ્થાપન તથા એચઆઈવી જાગૃતિ માટે કાર્યરત લક્ષ્ય ટ્રસ્ટના સ્થાપક અને ચેરપર્સન માનવેન્દ્રસિંહ ગોહિલ તથા તેઓની ટિમ સાથે વિસ્તૃત બેઠક યોજી સંસ્થાની પ્રવૃત્તિઓ તથા ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ના સન્માન અને અધિકાર માટે શું કરવું જોઈએ તે અંગે ચર્ચા કરી હતી,લક્ષ્ય ટ્રસ્ટ ના કાર્યાલય ના વિવિધ વિભાગો ની પણ મુલાકાત કરી હતી.

જેમાં લક્ષ્ય ટ્રસ્ટની ઓફિસ ખાતે ડેવિડ જે રેન્ઝ અને તેઓના સ્ટાફે વડોદરા ના પ્રસિદ્ધ ભાખરવડી,પેંડા,પૌવા અને ચા,બિસ્કિટનો નાસ્તો કર્યો હતો.

ડેવિડ જે રેન્જનો કાફલો અહીંથી સીધો લક્ષ્મીવિલાસ પેલેસ સ્થિત મ્યુઝિયમ ખાતે પહોંચ્યો હતો જ્યાં ઐતિહાસિક મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી,વડોદરાના રાજવી ગાયકવાડ પરિવારે ના વિશેષ આમંત્રણ ને સ્વીકારી ડેવિડ જે રેન્ઝ અને તેઓની ટિમ ગઈ કાલે રાત્રી ભોજન લક્ષ્મીવિલાસ પેલેસમાં લીધું હતું,રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ડેવિડ જે રેન્જ નું સ્વાગત કર્યું હતું અને ભાવતા ભોજન પીરસ્યા હતા

પ્રસિદ્ધ ફાર્મા કંપની એલેમ્બિક ગ્રુપ ના ચેરમેન ચિરાયુ અમીન સાથે એક બેઠક કર્યાં બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની ઓફિસ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ જ્યારે વડોદરા જિલ્લા કલેકટર હતા ત્યારે તેઓએ વરસાદી પાણીનો બચાવ અને સંગ્રહ કરવા માટે શરૂ કરેલ પ્રોજેકટને વડોદરા શહેરમાં પણ વિસ્તારવામાં આવ્યો છે,તે અંગે શાલિની અગ્રવાલ દ્વારા ડેવિડ જે રેન્ઝને માહિતગાર કરવામાં આવ્યા હતા,પ્રોજેકટ ની ફલશ્રુતિ તથા વડોદરા જેવા મહત્વ ના શહેર ના મ્યુનિસિપલ કમીશ્નર તરીકે મહિલા અધિકારી ને જોઈ તેઓએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું હતું.

ડેવિડ જે રેન્જ એ સાંજે ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કાર્યલાય ખાતે FGIના હોદ્દેદારો અને ઉધોગપતિઓ સાથે બેઠક કરી હતી અને વડોદરા તથા ભારતનાં ઉંધોગ કારોને તમામ સહયોગ ની ખાતરી આપી હતી.વડોદરા ના અગ્રણી ઉધોગકારો દવરા અમેરિકા અને ભારત ના વાણિજ્યિક સંબંધો કાઈ રીતે વધુ ગાઢ બની શકે તે અંગે સૂચનો કર્યા હતા.

ડેવિડ જે રેન્ઝ દ્વારા ભારત અમેરિકા વચ્ચે વાણિજ્યિક સંબંધો વધુ ગાઢ બનાવવા પર ભાર મુકવા સાથે ઉધોગપતિઓ દ્વારા કરવામાં આવેલ સૂચનો પર ધ્યાન આપવાની ખાતરી ઉચ્ચારી હતી.

આ પણ  વાંચો : Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

આ પણ વાંચો : Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે શપથ વિધિ, નવા ચહેરા ઉમેરાશે

Published On - 7:01 am, Thu, 16 September 21

Next Article