Breaking News : વિદાય લેતા શિયાળા વચ્ચે ગુજરાતમાં આજે માવઠાંની આગાહી, જાણો કયા વિસ્તારમાં વરસાદ પડશે

|

Feb 05, 2024 | 9:02 AM

ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઇ રહ્યો છે.દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Breaking News : વિદાય લેતા શિયાળા વચ્ચે ગુજરાતમાં આજે માવઠાંની આગાહી, જાણો કયા વિસ્તારમાં વરસાદ પડશે

Follow us on

ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઇ રહ્યો છે.દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ માવઠું થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ

એક તરફ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કુલ્લુ-મનાલી, હિમાચલપ્રદેશ, ઉતરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી તરફ ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે.છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.

હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં મિશ્ર ઋતુ વચ્ચે આજે માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધ્યું છે.24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે તેવી શક્યતા છે. તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ક્યા શહેરમાં કેટલુ તાપમાન નોંધાયુ ?

ગુજરાતમાં બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.  ગુજરાતમાં મહત્તમ તાપમાન પહોંચ્યુ 35 ડિગ્રી પર પહોંચ્યુ છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડી ઘટી છે. નલિયામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી. કેશોદમાં પણ 16 ડિગ્રી, મહુવામાં 17 ડિગ્રી, ગાંધીગર, કંડલા, અમરેલી, વડોદરા 17 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

અમદાવાદ, ડિસા, ભાવનગરમાં 18 ડિગ્રી, ઓખા અને પોરબંદરમાં 19 ડિગ્રી તાપમાન, સુરત અને રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, વડોદરા, કેશોદ અને મહુવામાં 34 ડિગ્રી તાપમાન, અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

સુરતમાં સૌછી વધુ 35 ડિગ્રી તાપમાન

આ તરફ દક્ષિણ ગુજરાતમાંથી ઠંડી અચાનક જાણે ગાયબ થઇ ગઇ છે. રવિવારે સુરત ગુજરાત રાજ્યના સૌથી ગરમ જિલ્લામાં બીજા નંબરે રહ્યુ છે. સુરત જિલ્લો અમરેલી બાદ સૌથી ગરમ જિલ્લો રહ્યો છે. સુરતનું તાપમાન 35.6 ડિગ્રી પર નોંધાયુ હતુ. તો સમગ્ર સપ્તાહ દરમિયાન સુરતનું તાપમાન 32થી 34 ડિગ્રી રહેવાની સંભાવના છે. સુરતમાં ગરમીનો પારો 35.6 ડિગ્રી પહોંચતા આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 8:11 am, Mon, 5 February 24

Next Article