કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ આવશે, અમુલ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે
આ મુલાકાતમાં અમિત શાહ ગુજરાતના ભાટ પાસેના અમૂલ ફેડરેશનના મિલ્ક પાઉડર પ્લાન્ટ અને પેકેજિંગ મટિરિયલના પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ અમૂલ ફેડરેશનના ઉદ્ધાટન બાદ એક સામાજિક પ્રસંગમાં પણ હાજરી આપે તેવા અહેવાલો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવશે. આવતીકાલે અમિત શાહ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહ અમુલ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ અમદાવાદમાં સામાજીક કાર્યક્રમમાં હાજરી આપશે. અને .તેમના લોકસભા વિસ્તારના કામોની સમીક્ષા કરશે.
આ મુલાકાતમાં અમિત શાહ ગુજરાતના ભાટ પાસેના અમૂલ ફેડરેશનના મિલ્ક પાઉડર પ્લાન્ટ અને પેકેજિંગ મટિરિયલના પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ અમૂલ ફેડરેશનના ઉદ્ધાટન બાદ એક સામાજિક પ્રસંગમાં પણ હાજરી આપે તેવા અહેવાલો છે. આ બાદ અમિત શાહ રવિવારે સાંજે નવી દિલ્હી જવા રવાના થશે તેવી માહિતિ સૂત્રો પાસેથી મળી રહી છે.
મળતી માહિતિ અનુસાર કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ આ 2 મુલાકાતો સિવાય કોઈ પણ રાજકીય મુલાકાત નહીં કરે. પરંતુ શકયતા છેકે આ મુલાકાતમાં તેઓ તેમના કેટલાક વિશ્વાસુ કાર્યકરોને મળી શકે છે.જ્યારે પણ કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ અમદાવાદ આવે છે ત્યારે ખાસ કરીને પરિવાર સાથે વધારે સમય વીતાવવાનું પસંદ કરે છે. એટલું જ નહીં મંત્રીઓને કે સંગઠનના આગેવાનો અને નેતાઓને મળવાનું પણ ટાળે છે.
નોંધનીય છેકે આગામી ફેબ્રુઆરી- માર્ચમાં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ પક્ષને જીતાડવા માટે અમિત શાહે એડીચોટીનું જોર લગાવ્યું છે. અમિત શાહ દિલ્હી ગયા બાદ નેતાઓ સાથે મીટિંગોનો ધમધમાટ શરૂ કરે તેવી શક્યતા છે. અમિત શાહે ગત વિધાનસભાની ચૂંટણી ભાજપને જંગી બહુમતીથી જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
