જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય યુવાન આગળ આવ્યો છે.
અમેરીકામાં રહેતાં ભારતીય મૂળના વિવેક પટેલે માત્ર 6 દિવસમાં શહીદોના પરિવારો માટે 6 કરોડ રુપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. અમેરીકાના ભારતીય લોકો આ ડોનેશન આપી શકે તે માટે 26 વર્ષીય વિવેકે ફેસબુક પર એક પેજ બનાવ્યું હતું અને લોકો પાસે અપીલ કરીને શહીદો માટે ફંડ આપવાની માગણી કરી હતી. આ યુવાને આશા રાખી હતી કે માત્ર 3.5 કરોડ રુપિયા જ મળશે પણ લોકોએ દિલથી પોતાના દેશના જવાનો માટે ખુલીને મદદ મોકલાવી હતી અને 6 દિવસમાં 6 કરોડનું ભંડોળ એકઠું થઈ ગયું હતું.
[yop_poll id=1624]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]