TV9 Exclusive: રાજ્યમાં આવતીકાલથી 161 સેન્ટર પરથી 4,33,000 લોકોને કોરોના વેક્સિન અપાશે: DyCM નીતિન પટેલ

|

Jan 15, 2021 | 5:58 PM

Tv9 Gujaratiને આપેલા Exclusive ઈન્ટરવ્યૂમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel)જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં 161 સેન્ટર પરથી વેકસીન આપવામાં આવશે.

Tv9 Gujaratiને આપેલા Exclusive ઈન્ટરવ્યૂમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે (DyCM Nitin Patel)જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલથી ગુજરાતમાં 161 સેન્ટર પરથી વેકસીન આપવામાં આવશે. જેમાં કોરોના વોરિયર્સ એવા ડોકટર, નર્સ અને હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સહિત 4,33,000 લોકોને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. તેમજ રાજ્યમાં હજુ પણ કોરોના સંક્રમણ ચાલુ છે. આ કોરોના વોરિયર્સને સુરક્ષિત કરવાનું પણ આ અભિયાન છે.

 

 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે Exclusive ઈન્ટરવ્યૂમાં વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભારત સરકારના આયોજન મુજબ 30 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. તેમજ શરૂઆતમાં 3 કરોડને લોકોને વેક્સિન આપવાનું આવતીકાલથી શરૂ થશે. તેમજ બાકીના લોકોને અલગ અલગ ત્રણ તબક્કામાં વેક્સિન આપવામા આવશે.

 

આ પણ વાંચો: TV9 GUJARATI Exclusive: ગરીબ અને મધ્યમ વર્ગને મફતમાં રસી આપવા DyCM નીતિન પટેલના સંકેત

Published On - 5:54 pm, Fri, 15 January 21

Next Video