
તાજેતરમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. વિદ્યાર્થીઓ માટે આ બંને પરીક્ષા મહત્વના પડાવ માનવામાં આવે છે. પરિણામ સાથે એડમિશન માટેની તૈયારીઓ શરૂ થાય છે. દરેક વિદ્યાર્થી ઇચ્છિત પરિણામ હાંસલ કરી શકતો નથી. ઘણીવાર અપેક્ષિત પરિણામ ન મળવાથી બાળકો હતાશ થઈ જતા હોય છે પણ એક પરિણામ ઉજ્જવળ કારકિર્દીનું સ્પીડબ્રેકર નહીં પણ માર્ગદર્શક બનતું હોય છે. આ વાત રાજ્યના IAS અધિકારી તુષાર સુમેરાએ યથાર્થ સાબિત કરી છે. પરીક્ષાના પરિણામ સાથે વિદ્યાર્થી અને વાલીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસીનો માહોલ જોવા મળતો હોય છે. દરેક પરીક્ષાર્થીને પરિણામ સારા અને ઇચ્છિત આવે તેવી અપેક્ષા રહેતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં પરિણામ અપેક્ષાથી વિપરીત આવતું હોવાના કિસ્સા પણ બને છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ હતાશ થઇ જતા હોય છે. IAS અધિકારી તુષાર સુમેરા અનુસાર જીવનમાં એક પરીક્ષાનું નબળું પરિણામ વ્યક્તિની પ્રગતિનું સ્પીડ બ્રેકર નહીં પણ પ્રગતિ માટેનો પ્રેરણાસ્ત્રોત બની શકે છે. આ અંગેનું ભરૂચ જિલ્લા કલેકટર અને IAS અધિકારી તુષાર સુમેરાએ ઉદાહરણ...