વડોદરા મનપાના ફાયર વિભાગમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકોની લાંબી લાઈનો લાગી છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકો ફાયર ઓફિસમાં NOC લેવા માટે ઉમટ્યા છે. સુરત અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું સ્થાનિક તંત્ર સફાળુ જાગી ગયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ મામલે વડોદરા મનપાએ ટ્યુશન ક્લાસીસ સામે તવાઈ બોલાવી છે અને કાર્યવાહીના ભાગરૂપે તમામ ક્લાસીસોને બંધ રાખવા સાથે અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે. લાઈનમાં ઉભેલા ટ્યુશન સંચાલકોમાંથી અમુકનો આરોપ છે કે તેમની પાસે પૂરતા ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં તેમનું વીજજોડાણ કાપી લેવામાં આવ્યું છે.
જેના કારણે તેઓ NOC લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે. આ ટ્યુશન ક્લાસીસના સંચાલકોનો એવું પણ કહેવું છે કે જે ક્લાસીસના સંચાલકોએ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દીધી છે, તેમને ક્લાસીસ શરૂ કરવા દેવા જોઈએ.
આ પણ વાંચો: TV9ના અહેવાલ બાદ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને ફાયર સેફ્ટી લગાવવા આપ્યો આદેશ, જુઓ વીડિયો