અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ: 10 દિવસમાં 41 લાખ 90 હજાર રૂપિયાનો અધધ દંડ વસૂલાયો

|

Nov 12, 2019 | 1:16 PM

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માત્ર 10 દિવસમાં રૂપિયા 41 લાખ 98 હજારનો દંડ વસુલ કર્યો છે. જે વાહન ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય, ચાલુ ફોન પર વાત કરતા ઝડપાયા હોય અથવા તો, કારમાં સીટ બેલ્ટ ન બાધ્યું હોય તેવા વાહન ચાલકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી ટ્રાફિક વિભાગે કરી છે. પહેલી નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે થયેલી આ કાર્યવાહીમાં […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ: 10 દિવસમાં 41 લાખ 90 હજાર રૂપિયાનો અધધ દંડ વસૂલાયો

Follow us on

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે માત્ર 10 દિવસમાં રૂપિયા 41 લાખ 98 હજારનો દંડ વસુલ કર્યો છે. જે વાહન ચાલકોએ હેલમેટ ન પહેર્યું હોય, ચાલુ ફોન પર વાત કરતા ઝડપાયા હોય અથવા તો, કારમાં સીટ બેલ્ટ ન બાધ્યું હોય તેવા વાહન ચાલકો વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી ટ્રાફિક વિભાગે કરી છે. પહેલી નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે થયેલી આ કાર્યવાહીમાં પોલીસે હેલમેટ ન પહેરનાર વાહનચાલકો પાસેથી રૂપિયા 25 લાખ 75 હજારનો દંડ વસુલ કર્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, રાજ્યપાલ અને કેબિનેટે કરી હતી ભલામણ

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો સિટબેલ્ટ ન બાંધનાર વાહનચાલકો પાસેથી રૂપિયા 13 લાખ 38 હજારનો દંડ વસુલ કર્યો છે. આ ઉપરાંત જે વાહનચાલકો ફોન પર વાત કરતા ઝડપાયા છે. તેમની પાસેથી રૂપિયા 2 લાખ 80 હજાર રૂપિયા દંડ સ્વરૂપે વસુલાયા છે. એકંદરે વાહનચાલકોમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ રોષની લાગણી જોવા મળી છે. જોકે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, ટ્રાફિક વિભાગનો આશય માત્ર જન સુરક્ષાને ધ્યાનમાં રાખવાનું છે. અને દુર્ઘટનાઓને ટાળવાનું છે. જે ઝુંબેશ પર તેઓ કામ કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article