કોરોનાકાળમાં (Corona) જો તમારું હેલમેટ (Helmet) ઉપર ચઢાવી દેવાયું હોય કે ધૂળ ખાઈ રહ્યું હોય તો હેલમેટ પરની ધૂળ હવે ખંખેરી લેજો. કેમકે આજથી રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઈવ (Trafic drive)ની શરૂઆત થઈ રહી છે. સાથે કારચાલકોએ સીટ બ્લેટ (Seat belt) પણ ફરજિયાત પહેરવાનો રહેશે. નિયમ ભંગ કરનારાઓને રૂપિયા એક હજારનો દંડ થશે.
રાજ્યમાં ગત બે વર્ષથી હેલ્મેટ અને ટ્રાફિકના નિયોનો ભંગ કરવાની સંખ્યા વધી ગઈ છે. અગાઉ માસ્ક ફરજિયાત પહેરવાના નિયમને પગલે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમને હળવાશમાં લેવાતા અકસ્માતના કેસ વધ્યા છે. ત્યારે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. 6થી 15 માર્ચ સુધીમાં જે બાઈક ચાલકો હેલ્મેટ કે ફોર વ્હીલર ચલનારા સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો તેમણે એક હજાર રૂપિયા દંડ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે.
આ વિશેષ ડ્રાઈવ આખા ગુજરાતમાં શરૂ કરવા અંગે પોલીસને સૂચના આપવામાં આવી છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવે. એટલે કે જો કોઈ વાહન ચાલક હેલ્મેટ પહેર્યાં વગર નીકળશે અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના તરફથી કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો, કેટલા કેસ કરાયા તેની માહિતી બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી મોકલી આપવાનો આદેશ કરાયો છે.
ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સમાપ્તીના આરે છે, ત્યારે ફરીથી ટ્રાફિકના નિયમો અંગે કડક થવાની પોલીસને સૂચના આપી દેવામાં આવી છે તો બીજીબાજુ ઘણા વાહનચાલકો એવા પણ છે કે જેમની પાસે હેલ્મેટ તો છે, પરંતુ ઘરે રાખીને વાહન ચલાવે છે તો ઘણા લોકો પાસે હેલ્મેટ ન પહેરવાના બહાના પણ છે.
જોકે વાહનચાલકોની એવી પણ ફરિયાદ છે કે કોરોનાકાળમાં જ્યારે ઘણા લોકો પરેશાન છે, ઘણાના ધંધા રોજગાર ઠપ્પ છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈને ખોટી રીતે હેરાન ન કરાય તેવી પણ અપીલ કરવામાં આવી છે. જો કે આ તો લોકોની રજૂઆત હતી. હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટ પહેરવું આમ તો વાહનચાલક માટે ખૂબ જ જરૂરી છે. કાયદાનું પાલન દરેક લોકોએ કરવું જ જોઈએ. સાથે અકસ્માતના કેસ ઘટાડવા પણ ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો: Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શૂન્ય દર્દી, 81 દિવસ બાદ મળી રાહત
આ પણ વાંચો: Dwarka : ઓખા ખાતે સાગર પરિક્રમા-2022 કાર્યક્રમ યોજાયો, 22 લાભાર્થીઓને 20 લાખની સહાય વિતર