ગુજરાતમાં(Gujarat)હજુ પણ આ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે વધુ વરસાદની(Rain)આગાહી કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી રાજ્યના મોસમનો કુલ 81.34 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ ઓગસ્ટ મહિના અંત સુધી રાજ્યમાં વરસાદની 49 ટકા જેટલી ઘટ હતી. જે આ 25 દિવસમાં ઘટીને હવે માત્ર 19 ટકા જેટલી જ રહી છે.
આ ઉપરાંત જો આપણે રાજ્યના પડેલા 81. 34 ટકા વરસાદની ઝોન વાઇસ સ્થિતિ જોઇએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે 97.70 , ઉત્તર ગુજરાતમાં 65.12 ટકા, મધ્ય ગુજરાત 73. 28 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 81. 34 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સારો વરસાદ પડતાં કૃષિ વિભાગ(Agricultural)દ્વારા જણાવાયુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર અત્યાર સુધીમાં થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98 ટકા વાવેતર થયેલ છે.
આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જણાવાયુ છે કે,સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, રાજયના 207 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 75.09 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નીગ ૫ર-13 જળાશય છે.
નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે.
દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં કુલ 92.44 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ તો અહીં 57.41 ટકા પાણીનો સંગ્રહ થયો છે.. ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં માત્ર 32.18 ટકા જ પાણી છે. જ્યારે કચ્છના 20 ડેમોમાં 27.20 ડેમોમાં 27.20 ટકા પાણી છે.
આ સિવાય 99 ડેમો એવા છે, જ્યાં 70 ટકા કરતા ઓછું પાણી છે, જ્યાં કોઇ ચેતવણી અપાઇ નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ડેમો છલકાયા છે. ગુજરાતના કુલ 207 ડેમ પૈકી 56 ડેમ ઓવરફ્લો થયા છે.
આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીએ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
આ પણ વાંચો : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના અનેક ડેમ ભરાયા, પાણીની કટોકટી ભૂતકાળ બની : વિજય રૂપાણી
Published On - 3:10 pm, Sat, 25 September 21