આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે

|

Mar 12, 2022 | 10:42 AM

સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. ખેલાડીઓઅને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

આજે ફરી મોદીનો રોડ શો, ગાંધીનગરમાં સેક્ટર 30 થી જીપમાં ચિલોડા સર્કલ સુધી જશે
Modis road show

Follow us on

PM Modi Visit Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((PM Modi) બે દિવસના પ્રવાસે ગુજરાતમાં આવ્યા છે. ગઈ કાલે એટલે કે 11 માર્ચના રોજ રોડ શો અને સરપંચ સંમેલન બાદ પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગર (Gandhinagar) માં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સવારે 10 કલાકે સોક્ટર 30થી રોડશો કરશે, 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે. સાંજે રાજભવનથી નીકળીને વડાપ્રધાન મોદી અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં (Sardar PateL Stadium ) સાંજે 6 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનોને(Khel Mahakumbh ) શુભારંભ કરાવશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

12 માર્ચે વડાપ્રધાન સાંજે 6.30 કલાકે રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે.  સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે

12 માર્ચે વડાપ્રધાન રાજભવનથી નીકળીને અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. જેના હોર્ડિંગ અમદાવાદમાં લગાવવામાં આવ્યા છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહીં સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે

અમદાવાદમાં તા. 12 માર્ચ 2022ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે ‘ખેલ મહાકુંભ-2022’નો કાર્યક્રમ યોજાવાનો છે. આ કારણે બપોરે 2:00 વાગ્યાથી કાર્યક્રમની સમાપ્તિ સુધી 2 માર્ગ બંધ રહેવાના છે. તેમાં સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઈન્કમટેક્સ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઉસ્માનપુરા ચાર રસ્તા થઈને ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈને બુટ્ટાસિંગ ચાર રસ્તા થઈને મીઠાખળી સર્કલ થઈને ગીરીશ કોલ્ડડ્રીંક્સ ચાર રસ્તા થઈ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય લખુડી સર્કલથી દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તાથી દાદાસાહેબના પગલાથી કોમર્સ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.

12 માર્ચ-શનિવારના મોદીના કાર્યક્રમો

  • – સવારે 10 વાગ્યે – ગાંધિનગરમાં સેક્ટર 30થી ચિલોડા સર્કલ સુધી રોડ શો
  • – સવારે 11 વાગ્યે – રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસ થાચે આગમન, દહેગામ
  • – સવારે 11.15 વાગ્યે – રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ- પદવીદાન સમારોહ
  • – બપોરે 1 વાગ્યે – રાજભવન પરત
  • – સાંજે 6 વાગ્યે – અમદાવાદ, નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભનું ઉદ્ધઘાટન
  • – રાત્રે 8 વાગ્યે – સ્ટેડિયમથી એરપોર્ટ રવાના
  • – રાત્રે 8.30 વાગ્યે – અમદાવાદથી નવી દિલ્હી વિશેષ વિમાન મારફતે રવાના

આ પણ વાંચોઃ  PM Narendra Modi Gujarat Visit: ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન પૂર્ણ, કહ્યું, ‘દરેક ગામડાંમાં શાળાનો જન્મ દિવસ ઉજવો, 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે’

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : પીએમ મોદી માતા હીરાબાને મળ્યા, સાથે ભોજન લીધું

Published On - 8:21 am, Sat, 12 March 22

Next Article