અમદાવાદ (Ahmedabad)નુ ધબકતુ દિલ એટલે માણકચોક. માણેકચોક(Manekchok)ના નામથી કદાચ કોઈ અજાણ હોય તેવું નહીં હોય. તમે ગુજરાતી છો તો આ નામ તમારા જીવનમાં વણાઇ જ ગયું હશે. જો તમે ગુજરાતી છો અને વિદેશમાં રહો છો તો પણ માણેકચોકથી પરિચિત હશો. કારણકે દેશ-વિદેશથી આવતા NRI પણ ખાસ રાણીના હજીરા( Rani Hazira)માં ખરીદી કરવા આવે અને રાત્રીના માણેકચોકની ખાણીપીણીમાં જમવાની મજા ચુકતા નથી. ખાસ વાત તો એ છે તે બાબરી મસ્જિદથી લઇ અનેક રમખાણો પણ અમદાવાદમાં થયા પરંતુ માણકેચોક પર તેની અસર નથી પડી. જેનુ કારણ વિશેષ છે.
માણેકનાથ બાબાના નામ પરથી માણેકચોકનું નામ પડ્યુ છે. કહેવાય છે કે માણેકનાથની ઝૂંપડી આગળ મોટું ચૌટુ કરીને તેનું નામ ‘માણેકચોક’ પાડ્યું. અમદાવાદ આવેલો માણેક બુર્જ તેમજ માણેકચોક ખાતે આવેલ માણેકનાથની સમાધી બાબા માણેકનાથની યાદ અપાવે છે. બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે જાણીતા હતા. તેઓ ગોદડિયા બાવા’ તરીક પણ ઓળખતાં. અહેમદશાહ બાદશાહ એ શહેરમાં કોટ બનાવની કામગરી શરૂ કરી. બાદશાહની શાન ઠેકાણે લાવવા બાબાએક ગોદડી બનાવે અને તેમાં તેઓ દિવસભર દોરા ભરે. રાત પડે ને તેઓ જેવા દોરા કાઢી નાંખે એટલે તે દિવસનો ચણેલો કોટ પડી જાય.
કહેવાય છે કે કંટાળેલા બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને પૂછ્યું તમારે આવું કેમ કરવું પડે છે અને બીજી તમારામાં શી-શી કરામત છે? બાબા બોલ્યા કે, નાળચાવાળા લોટાના મોંઢેથી દાખલ થઇને નાળચામાંથી નીકળી શકું છું. એ કરામત દેખાડવા તેઓ જેવા લોટમાં દાખલ થયા કે બાદશાહે લોટાને મોંઢે તથા નાળચે હાથ દઇને બંધ કરી દીધો ત્યારે તેઓ બોલ્યા, આ વાત ઠીક છે? પછી તેઓ બોલ્યા, ‘મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે’. એ પ્રમાણે કોલકરાર કરીને બાદશાહે ફરી કોટ ચણાવ્યો અને ગણેશબારી પાસે એલિસબ્રિજના છેડે બુર્જનું નામ ‘માણેક બુર્જ ‘ પાડ્યું.
અહેમદશાહ બાદશાહને પરચો આપનારા સંત માણેકનાથ બાવાના નામથી જાણીતો થયેલો માણેકચોક. આજે અમદાવાદ જ નહીં પણ ગુજરાતની શાન છે. તેમ કહીએ તો ખોટું નથી. જો કે રાણીના હજીરામાં 100 વર્ષથી વધુ સમયથી દુકાન ધરાવનાર વેપારીઓ કહી રહ્યા છે કે અહિયા વેપાર કરવાની ખુશી કઇક અલગ જ છે. માણેકચોકમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમોની દુકાનો આજુબાજુમાં આવેલી છે. પરતુ એક ભાઇચારો રાખીને ટ્રેડીશનલ કાપડનો વેપાર કરી રહ્યા છે.
માણેકચોકમાં આવેલા રાણીના હજીરામાં રાણીની મજાર આવેલી છે જેના કારણે અનેક રમખાણો થયા પરતુ માણેકચોકમાં રહેતા અને વેપાર કરતા વેપારીઓને તેની અસર નથી પડી. જેથી વેપારીઓ માની રહ્યા છે કે રાણીની મહેરબાનીથી માણેકચોકમાં શાંતિ જોવા મળે છે.
અમદાવાદના સાવ નાના અમથા અને સાંકડી ગલીઓ વાળા આ માણેકચોક વિસ્તારમાં સવારે સોની બજાર ધમધમે છે. એક ગ્રામથી લઈ કિલોગ્રામ સુધી સોનાની લેવડ દેવડ અહીં થાય છે. તો ઘરવખરીનો તમામ સામાન પણ અહીં મળી રહે છે. જો તમારે લગ્નની ખરીદી કરવી હોય તો માણેકચોકથી યોગ્ય જગ્યા બીજી કોઈ નથી. અહિયા ટ્રેડિશનલ કપડાંની ખરીદી કરવા NRIથી લઇ દુર દુરથી લોકો રાણીના હજીરામાં આવતા હોય છે.
શિયાળો, ઉનાળો કે ચોમાસું કોઇ પણ ઋતુ હોય માણેકચોકમાં દરેક વસ્તુ તમને મળી રહેશે. માણેકચોકમાં તમને શિયાળામાં પણ આઈસ્ક્રીમની મજા માણવા મળે છે. પાઉંભાજી, કુલ્ફી, આઈસક્રીમ, ઢોસા, ચાટ, સેન્ડવિચ અને ઠંડી છાશ માણેકચોકની ખાસિયતો છે. આ જ કારણે માણેકચોકને અમદાવાદની શાન કહેવાય છે. માણેકચોકની ખાણી-પીણી બજારમાં અનેક સ્વાદિષ્ટ આઈટમ મળી રહેશે. માણેકચોકની સૌથી ફેમસ આઈટમ સેન્ચવીચ છે. માણેકચોકે તેના સ્વાદની છાપ માત્ર અમદાવાદમાં જ નહીં પણ દેશની સીમાઓ બહાર પણ છોડી છે
વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો જ્યારે અમદાવાદમાં આવે ત્યારે માણેકચોક જવાનું ચુક્તા નથી..દરરોજ માણેકચોકની ખાણીપીણીમાં હજારોની સંખ્યામાં લોકો સ્ટ્રીટ ફુટની મજા માણવા આવતા હોય છે. માણેકચોકની ખાસ વાત એ છે કે અહીંનું ખાણીપીણી બજાર રાત્રે ધમધમતુ હોય છે. મોડી રાત્રે પણ અહીં લોકોની ભીડ જોવા મળચી હોય છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-