વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ ઘટના બાદ જાગ્યુ તંત્ર, વડોદરા કલેક્ટરે તૂટી ગયેલી દિવાલ રિપેર કરવા આપ્યો આદેશ

|

Nov 28, 2021 | 8:12 PM

વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ ઘટના બાદ વડોદરાનું તંત્ર મોડે મોડે પણ હવે જાગ્યુ છે. ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોને પ્રવેશતા રોકવા માટે તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે. કલેકટરે વેક્સીન ગ્રાઉન્ડની તૂટેલી દિવાલને રિપેર કરાવવા આદેશ આપ્યો છે.

હવે અસામાજિક તત્વો (Antisocial elements)ને પ્રવેશતા રોકવા માટે વડોદરામાં વેક્સિન ગ્રાઉન્ડ (Vaccine ground) ફરતે દીવાલ બનાવાશે. વેક્સિન ગ્રાઉન્ડ ફરતે તૂટેલી દીવાલનું સમારકામ કરાશે. તંત્રએ વેક્સીન ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોને પ્રવેશતા રોકવા ગ્રાઉન્ડ ફરતે તૂટેલી દીવાલ (Broken wall)ની મરામત કરવાનો નિર્ણય લીધો છે. કલેક્ટરે (Collector) તૂટેલી દીવાલને તાત્કાલિક ધોરણે સમારકામ કરવા માટે આદેશ આપ્યો છે. ટુંક સમયમાં આ કામ પૂર્ણ કરાશે.

 

મોડુ મોડુ પણ જાગ્યુ તંત્ર

વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ ઘટના બાદ વડોદરાનું તંત્ર મોડે મોડે પણ હવે જાગ્યુ છે. ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોને પ્રવેશતા રોકવા માટે તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે. કલેકટરે વેક્સીન ગ્રાઉન્ડની તૂટેલી દિવાલને રિપેર કરાવવા આદેશ આપ્યો છે. જો કે વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મની ઘટના બાદ મોડેમોડે તંત્રની આંખો ઉઘડતા અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

 

ઓક્ટોબર માસમાં બની હતી અઘટિત ઘટના

ઓક્ટોબર 2021માં વડોદરામાં એક યુવતી સાથે વેક્સીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેને લઈને એક જાગૃત નાગરિકે તંત્રને રજુઆત કરી હતી. જો કે એ રજુઆત ત્યારે તંત્રએ સાંભળી ન સાંભળી કરી હતી. જોકે મીડિયાના માધ્યમથી અંતે આ રજુઆત તંત્રને ધ્યાને આવી છે અને કલેક્ટરે તાત્કાલિક ધોરણે PWD વિભાગને તૂટી ગયેલી દિવાલનું સમારકામ કરાવવા ઓર્ડર કર્યો છે. જેથી તંત્ર હવે તાત્કાલિક તૂટી ગયેલુ સમારકામ કરવામાં લાગી ગઈ છે.

 

આ પણ વાંચો: ગુલાબ, શાહીન બાદ વધુ એક વાવાઝોડુ દેશે દસ્તક, જાણો ક્યા ક્યા વિસ્તારમાં કરી શકે છે નુકસાન

 

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

Next Video