સુરતમાં તબીબે ભજવી ફાયર ઓફિસરની ભૂમિકા, આગ પર કાબુ મેળવી બચાવ્યા લોકોના જીવ

|

Oct 08, 2020 | 8:28 AM

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આંખના એક ડોક્ટરે સાચા અર્થમાં દેવદૂત બનીને લોકોના જીવ બચાવ્યા હતા. જો કે તેમણે  એક તબીબની ભૂમિકામાં નહિ પણ એક ફાયર ઓફિસરનો રોલ ભજવીને. ઘટના એમ બની હતી કે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્ષની મીટર પેટીમાં આગનો બનાવ બન્યો હતો. ધુમાડો આખા કોમ્પ્લેક્ષમાં પ્રસરવાનો શરૂ થયો […]

સુરતમાં તબીબે ભજવી ફાયર ઓફિસરની ભૂમિકા, આગ પર કાબુ મેળવી બચાવ્યા લોકોના જીવ

Follow us on

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્ષમાં આંખના એક ડોક્ટરે સાચા અર્થમાં દેવદૂત બનીને લોકોના જીવ બચાવ્યા હતા. જો કે તેમણે  એક તબીબની ભૂમિકામાં નહિ પણ એક ફાયર ઓફિસરનો રોલ ભજવીને.

ઘટના એમ બની હતી કે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્ષની મીટર પેટીમાં આગનો બનાવ બન્યો હતો. ધુમાડો આખા કોમ્પ્લેક્ષમાં પ્રસરવાનો શરૂ થયો હતો. લોકોમાં ભય અને ગભરાહટનો માહોલ હતો.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ તો કરી દેવામાં આવી હતી. પણ ફાયર વિભાગ પહોંચે તે પહેલાં આગ પર કાબુ મેળવવા એક તબીબે તૈયારી બતાવી. આ જ કોમ્પ્લેક્ષમાં આંખના તબીબ તરીકે ફરજ બજાવતા ડો.હેતલ યાજ્ઞિકે ફાયર વિભાગની રાહ જોયા વિના જાતે જ આગ પર કાબુ મેળવવાનું નક્કી કર્યું.

હાથમાં અગ્નિશામક બોટલ લઈને તેઓ જ્યાં મીટર પેટીમાં આગ લાગી હતી ત્યાં દોડ્યા. ત્યાં ધુમાડો પુષ્કળ હતો અને આગના ભડાકા થઈ રહ્યા હતા. પણ તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વિના ફાયર એક્સ્ટીંગ્યુસરની મદદથી આગ સામે લડવાનું ચાલુ કર્યું. પરિણામ એ આવ્યું કે ફાયર પહોંચે તે પહેલાં જ એક ડોક્ટરની સમયસૂચકતાથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો.

આમ એક ડોક્ટર તબીબી સેવા આપીને તો લોકોના જીવ બચાવતા જ હોય છે પણ આજે આ ડોક્ટરે ફાયર ઓફિસરની ભૂમિકા પણ ભજવીને અન્ય લોકોના જીવ બચાવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article