નવરાત્રી પહેલા અમદાવાદીઓ જોઈ શકશે ખાડા વગરના રોડ? જાણો AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો નિર્ણય

|

Sep 23, 2021 | 6:42 PM

Ahmedabad: એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તૂટેલા રસ્તા અને રખડતા ઢોરનો મુદ્દો ગાજયો હતો. જાણો શું લેવાયો નિર્ણય.

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે. આજે મળેલી એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તૂટેલા રસ્તા અને રખડતા ઢોરનો મુદ્દો ગાજયો હતો. આ જાહેર છે કે વરસાદના કારણે શહેરમાં અનેક રસ્તાઓ ધોવાયા છે. તો ઘણા રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડ્યા છે.

એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તાકીદે ખાડા પૂરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે નવરાત્રી પહેલા રોડના કામ પુરા કરવામાં આવશે તેવો નિર્ણય આ બેઠકમાં લેવાયો. ત્યારે અમદાવાદીઓ માટે આ ખુશીના સમાચાર છે કે નવરાત્રી પહેલા સારા રોડ નાગરીકોને મળી શકે છે. જોકે બેઠકમાં લેવાયેલો નિર્ણય હકીકતમાં કેટલો સફળ રહે છે તે જોવું રહ્યું.

જણાવી દઈએ કે રસ્તાઓમાં ખાડા પડવાની અનેક ફરિયાદ અત્યાર સુધી આવી છે. આ બાબતે ધોવાયેલા રસ્તાઓની સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમજ રાખડતા ઢોર પણ એક મોટી સમસ્યા બન્યા છે. આ ઢોરને પકડવાની કામગીરી સઘન કરવામાં આવશે તેવો પણ નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. એટલું જ નહીં એવી પણ માહીતી છે કે આ ઢોર પકડવાની કામગીરીમાં ગેરરીતિ ચલાવવામાં નહીં આવે જેવી વાતો આ બેઠકમાં થઇ.

આ પણ વાંચો: મોટો નિર્ણય: હવે વેક્સિન નહીં લીધી હોય તો અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ નો એન્ટ્રી

આ પણ વાંચો: Ahmedabad : SBIની રીજનલ ઓફિસ દ્વારા પેરાઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર 3 મહિલાઓ ખેલાડીઓનું સન્માન કરાયું

Next Video