Ahmedabad: LG હોસ્પિટલની બિસ્માર હાલત, રોગચાળો વકરતા દર્દીઓની સ્થિતિ દયનીય

|

Aug 21, 2021 | 5:29 PM

અમદાવાદ કોર્પરેશન સંચાલિત એલજી હોસ્પિટલની બિસ્માર હાલતને લઈને દર્દીઓએ સહન કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રોગચાળો વધતા હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યાઓ પણ દિવસે દિવસે વધી રહી છે.

Ahmedabad: અમદાવાદની કોર્પરેશન સંચાલિત એલ.જી હોસ્પિટલની (LG Hospital)બિસ્માર હાલતને પગલે દર્દીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં ફાટેલા ગાદલા, ચાદર વિનાની પથારી અને બિસ્માર બેડને કારણે દર્દીઓની સ્થિતિ દયનીય બની છે.

 

રોગચાળો વકરતાં લોકો સારવાર માટે એલજી હોસ્પિટલમાં આવી રહ્યા છે. પરંતુ અહીં તેમને છેલ્લી કક્ષાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ દ્રશ્યો સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદના આરોગ્ય તંત્રની (Health Administration) કેટલી નબળી કામગીરી છે તેની પોલ ખોલી રહ્યા છે. આ દ્રશ્યો જ કહી આપે છે કે AMCના સત્તાધીશો આરોગ્ય ક્ષેત્રે કેટલી નિષ્કાળજી રાખી રહ્યા છે.

 

દર્દીઓની સ્થિતિ દયનીય

કોર્પોરેશન હોસ્પિટલમાં દર્દીઓની સવલત માટે ગાદલા, બેડ, ચાદર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવે છે. તેમ છતાં બેડ મળતા નથી, ગાદલાની પથારીઓ કરાય છે અને ચાદર તો ભાગ્યે જ દેખાય છે, જેને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

બીજી તરફ હોસ્પિટલના સત્તાધીશોને પણ દર્દીઓની કોઈ પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલના સત્તાધીશો સબ સલામતના દાવા કરી રહ્યા છે. ઉપરાંત હોસ્પિટલના ડૉક્ટરનું(Doctor)  કહેવું છે કે બેડ તો પૂરતા છે પણ દર્દીઓની સંખ્યા વધી ગઈ છે, જેને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

 

મહત્વનું છે કે એલજી હોસ્પિટલમાં ડેન્ગ્યુ, ચીકન ગુનિયા, કોલેરા અને ટાઈફોડના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યુના 72, ટાઈફોડના 55, કોલેરાના 11 અને હિપેટાઈટિસ-એના 17 કેસ નોંધાઈ ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Rajkot : ત્રીજી લહેરના ભણકારા ? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી પાંચ મહિનાના બાળકનું મોત

 

આ પણ વાંચો:  Bhavnagar : કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જન આશીર્વાદ રેલીનો આજે અંતિમ દિવસ,કહ્યુ “બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ થશે”

Published On - 5:29 pm, Sat, 21 August 21

Next Video