વરસાદના વિરામ છતાં સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો કોઝવે સતત 58 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ.

|

Oct 06, 2020 | 11:20 AM

ઉપરવાસમાં અને જિલ્લામાં વરસાદના વિરામ અને ઉકાઈ ડેમમાંથી મર્યાદિત ડિસ્ચાર્જ છતાં હજી રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો કોઝવે ઓવરફ્લો છે. જેના કારણે હજી પણ કોઝવેને વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. Web Stories View more ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા? આજનું રાશિફળ તારીખ […]

વરસાદના વિરામ છતાં સુરતમાં રાંદેર અને કતારગામને જોડતો કોઝવે સતત 58 દિવસથી વાહનવ્યવહાર માટે બંધ.

Follow us on

ઉપરવાસમાં અને જિલ્લામાં વરસાદના વિરામ અને ઉકાઈ ડેમમાંથી મર્યાદિત ડિસ્ચાર્જ છતાં હજી રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતો કોઝવે ઓવરફ્લો છે. જેના કારણે હજી પણ કોઝવેને વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલની સપાટી 6.81 મીટર નોંધાઇ છે. કોઝવે પરથી કાકરાપાર ડેમમાંથી છોડવામાં આવી રહેલું 19,300 ક્યુસેક પાણી વહી રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી 16,763 ક્યુસેક જ આઉટફ્લો છે. આ વર્ષે વિયર કમ કોઝવે પહેલીવાર 8 ઓગષ્ટના રોજ ઓવરફ્લો થયો હતો. ત્યારથી આજદિન સુધી 58 દિવસથી સતત ઓવરફ્લો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાંથી હેવી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો છે. જેથી તાપી નદીમાં ભારે પ્રવાહને કારણે કોઝવેના અપસ્ટ્રીમમાંથી જલકુંભીની દર વર્ષે ઉભી થતી સમસ્યા દૂર થઈ છે.

પાલિકા જલકુંભી દૂર મળવા માટે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આ જ સમસ્યાને લીધે શહેરમાં પાણીના ઓછા પ્રેશરની ઢગલાબંધ ફરિયાદો પણ ઉઠતી આવી છે. જોકે આ વર્ષે ઉકાઈ ડેમ પણ છલોછલ રહેતા પાણીનો ડિસ્ચાર્જ પણ સતત ચાલુ છે. જેથી કુદરતી રીતે જ જલકુંભીનું દુષણ પણ દૂર થઈ ગયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article