Kutch Ranotsavની શરૂઆત, વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશી પ્રવાસીઓનો ધસારો

|

Dec 02, 2021 | 4:41 PM

દર વર્ષે રણોત્સવમાં 5 થી 6 લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સાંસ્કૃતિ જોવા આવે છે. અને 5 થી 6 લાખ પ્રવાસીઓ માંથી 28 થી 30 ટકા વિદેશી પ્રવાસીઓ આવે છે. પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકીંગ થયું નથી. જેની સામે રણોત્સવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કાશ્મીરમાં ડોમેસ્ટિક મુસાફરોનો ઘસારો વધ્યાંનું માનવામાં આવી રહ્યું છે.

Kutch Ranotsavની શરૂઆત, વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશી પ્રવાસીઓનો ધસારો
કચ્છ રણોત્સવ

Follow us on

કચ્છ રણોત્સવની (Kutch Ranotsav) શરૂઆત થઈ ગઈ છે. જેમાં દર વર્ષ હજારોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓએ બુકીંગ કરાવ્યું નથી. પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે.

“કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” એટલે દેશ વિદેશના લોકો રણોત્સવમાં આવે છે. ચાલુ વર્ષ રણોત્સવ ચાલુ થઈ ગયો છે. પરંતુ ચાલુ વર્ષે વિદેશી મહેમાનો આવ્યા નથી અને વિદેશી આવતા પ્રવાસીઓનું બુકીંગ પણ નથી. જેનું એક કારણ છે કે રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થઈ નથી. બીજું કારણ છે હવે નવો વેરિયન્ટ આવ્યો છે. જેના કારણે રણોત્સવમાં વિદેશી આવ્યા નથી. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 70 ટકા કરતા વધુ ડોમેસ્ટિક પ્રવાસી વધ્યાંનું ટ્રાવેલ્સરસ નું માનવું છે.

વિદેશી પ્રવાસીઓનું બુકિંગ પણ ઓપનિંગ થયું નથી

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

દર વર્ષે રણોત્સવમાં 5 થી 6 લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સાંસ્કૃતિ જોવા આવે છે. અને 5 થી 6 લાખ પ્રવાસીઓ માંથી 28 થી 30 ટકા વિદેશી પ્રવાસીઓ આવે છે. પરંતુ ચાલુ વર્ષે રણોત્સવમાં વિદેશી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકીંગ થયું નથી. જેની સામે રણોત્સવ. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કાશ્મીરમાં ડોમેસ્ટિક મુસાફરોનો ઘસારો વધ્યાંનું માનવામાં આવી રહ્યું છે.

કોરોનાને કારણે વિદેશી પ્રવાસીઓ નથી આવી રહ્યા

વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા નહિ મળે.પરંતુ ડોમેસ્ટિક પ્રવાસીઓનું બુકીંગ વધી રહ્યું છે. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર ડિસેમ્બર ફૂલ બુકીંગ છે. તમામ ટેન્ટ બુક થઈ ગયા છે.મહારાષ્ટ્ર કર્ણાટક, દિલ્હી પ્રવાસીઓ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે.જો કે ટુર ઓપરેટરોને આશા હતી કે પ્રવાસન ખુલતા દેશ વિદેશ ના પ્રવાસીઓની સંખ્યા વધશે. પણ કોરોનાની ગાઈડ લાઈન કારણે વિદેશી પ્રવાસીઓ રણોત્સવ આવવાનું મોકૂફ રાખી રહ્યા છે. જેથી આ વખતે વિદેશીઓ વગર નો સણોત્સવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : RAJKOT : પૂર્વમંત્રી જયેશ રાદડિયાએ યાર્ડની સત્તા યુવા નેતા જયેશ બોઘરાને સોંપી, સિનીયરોમાં સોંપો

આ પણ વાંચો :  Gujarat : કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની શારીરિક કસોટી મોકુફ રખાઇ, જાણો કયાં-કયાં સ્થળે કસોટી મોકુફ રહી ?

Published On - 4:39 pm, Thu, 2 December 21

Next Article