અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત

|

Feb 14, 2022 | 10:39 AM

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સજાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં આજે સુનાવણી, 49 આરોપીઓને સજાની થઇ શકે છે જાહેરાત

Follow us on

Ahmedabad Serial blast Case: અમદાવાદ(Ahmedabad)માં 2008ના શ્રેણીબદ્ધ બોંબ બ્લાસ્ટ(Bomb Blast) કેસમાં વિશેષ અદાલતમાં અંતિમ સુનાવણી (Hearing) યોજાશે. વિશેષ અદાલત કોઈ પણ સમયે આરોપીઓને સજાનું એલાન જાહેર કરી શકે છે. આજે કોર્ટમાં આરોપીઓના વકીલ અને સરકારી વકીલ રજૂઆત કરશે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે અગાઉની મુદતમાં તમામ દોષિતોની રજૂઆત સાંભળ્યા હતા.

વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીની સજા અંગે સુનાવણી થશે, આ કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીને કોર્ટમાં લાવી દેવામા આવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માગ કરી હતી, જેની સામે કોર્ટે કહ્યું કે એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવે.

બ્લાસ્ટ કેસમાં તપાસ પર નજર કરીએ તો એક પછી એક 99 આતંકીઓની ઓળખ થઈ હતી. જેમાંથી 82 આરોપીની ધરપકડ કરવામાં આવી. જ્યારે 3 આતંકી પાકિસ્તાન ફરાર થવામાં સફળ રહ્યાં હતા. તો 3 આતંકી દેશની અલગ અલગ જેલમાં સજા કાપી રહ્યા છે. આ કેસમાં ચાર્જશીટ દાખલ થયા બાદ 13 વર્ષ સુધી કોર્ટ કાર્યવાહી ચાલી. જેમાં 1 હજાર 163 લોકોની જુબાની લેવાઈ અને 6000 જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરાયા. તો 9 હજાર 800 પાનાની એક એવી 521 ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 9 ફેબ્રુઆરીએ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મૃત્યુ થયા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.

સામે પ્રોસિક્યુશ દ્વારા રજુઆત કરાઈ કે દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો છે. તેને મહત્તમ સજા થવી જોઈએ, પ્રોસિક્યુશ દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશને રજુઆત કરી કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે આ સાથે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે એવું મૌખિક અવલોકન કર્યું હતું.

આ પણ વાંચો-

Vadodara: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રુટ પર આવતા રહેણાક મકાનો તોડવાની કામગીરી શરુ, મકાન માલિકોએ નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો-

Ahmedabad: ચંડોળા તળાવમાં ગંદકીના ઢગ, તળાવમાં લીલ અને મચ્છરોનું સામ્રાજ્ય વધતા બીમારીઓ ફેલાવાનો ખતરો વધ્યો

Next Article