Tapi : મહારાષ્ટ્રના હથનુર ડેમના 41 દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધશે

|

Jul 23, 2021 | 3:29 PM

જ્યારે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે આ પાણીનો જથ્થો આગામી 15 કલાકમાં ઉકાઈ ડેમમાં પહોંચશે.

મહારાષ્ટ્ર(Maharashtra) માં સતત ભારે વરસાદને પગલે હથનુર ડેમના 41 ગેટ ખોલીને 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી 49 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે આ પાણીનો જથ્થો આગામી 15  કલાકમાં ઉકાઈ ડેમ(Ukai Dam )માં પહોંચશે. આમ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળસપાટીમાં મોટો વધારો નોંધાશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના થાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. પાલઘરમાં વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાલઘર-થાણેમાં અવિરત વરસાદને કારણે પરિવહન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. મહારાષ્ટ્રના કલાઈ ગામમાં ભૂસ્ખલનને કારણે અનેક લોકો ફસાયા છે. બધે પાણીનો ભરાવ હોવાને કારણે સ્થાનિક વહીવટીતંત્રને અહીં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : UP Assembly Election 2022: જુની પ્રોડક્ટ નવુ રેપર ! BSPનું બ્રાહ્મણ સંમેલનનાં માધ્યમથી 2007ની જીત રીપિટ કરવાની નેમ

આ પણ વાંચો : Tokyo Olympics 2020: આર્ચરીમા દીપિકા કુમારીએ રેન્કિંગ રાઉન્ડમાં મેળવ્યુ નવમું સ્થાન

Published On - 3:19 pm, Fri, 23 July 21

Next Video