Tapi : સતત ત્રણ વર્ષથી પૂર્ણ સપાટીએ પહોંચેલા ઉકાઈ ડેમમાં આ વર્ષે પણ સંતોષકારક પાણીની આશા

|

Jun 14, 2022 | 12:20 PM

ગત વર્ષે(Year ) પણ 2021માં સાતમી ઓક્ટોબરે ડેમનું પાણી તેની પૂર્ણ સપાટી 345 ફૂટ સુધી પહોચી ગયું હતું, આખું વર્ષ પાંચ જિલ્લાની તરસ છિપાવ્યા પછી પણ ડેમમાં હજી 46 ટકા પાણી બચ્યું છે. 

Tapi : સતત ત્રણ વર્ષથી પૂર્ણ સપાટીએ પહોંચેલા ઉકાઈ ડેમમાં આ વર્ષે પણ સંતોષકારક પાણીની આશા
Gujarat Dam (File Image )

Follow us on

સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ (Ukai ) ડેમ આશીર્વાદરૂપ જીવાદોરી (Lifeline ) સમાન ગણવામાં આવે છે. જોકે ચોમાસુ(Monsoon )  હજી શરૂ પણ થયું નથી ત્યાં મોટી રાહતની વાત એ છ એક એ ડેમમાં હજી પણ 45.98 ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે. જેથી જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમ્યાન ઉપરવાસમાં જો સારો વરસાદ નોંધાય તો આ વર્ષે ઉકાઈ ડેમ ખુબ ઝડપથી ભરાઈ જશે. નોંધનીય છે કે ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી સંતોષકારક વરસાદ નોંધાયો છે. જેથી વરસાદી પાણીની સારી એવી આવક ઉકાઈ ડેમમાં નોંધાઈ છે. પીવાના અને ખેતીના પાણી માટે સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ આ વર્ષે પણ થયેલો છે.

દર ચોમાસામાં પાણીની આવક થતા ઉકાઈ ડેમ 345 ફૂટ ની સપાટી સુધી લઇ જવામાં આવે છે. હાલના સમયની વાત કરીએ તો ઉકાઈ ડેમમાં 3409 એમસીએમ પાણી ઉપલબ્ધ છે. ટકાવારીમાં જોવા જઈએ તો હાલ ઉકાઈ ડેમ 45.98 ટકા સુધી ભરાયેલો છે. જો ઉકાઇના ઉપરવાસમાં એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડે, અને પાણીની આવક સારી નોંધાય તો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જ પાણીની આવરો વધવાની સંભાવના છે. એવી પણ શક્યતા છે કે રુલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી શરૂઆતથી જ પાણી છોડવાનું નક્કી કરાઈ શકે છે.

ગયા વર્ષે 11 જૂને ડેમની સપાટી 317 ફર હતી. વર્ષ 2021માં ડેમની સપાટી 340 ફૂટ સુધી ફીન્ચતા ડેમમાંથી 21,554 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ડેમની સપાટી 319 ફૂટ જેટલી છે. તાપી નદી પરના ઉકાઈ ડેમ થકી દક્ષિણ ગુજરાતના કુલ પાંચ જેટલા જિલ્લાઓમાં સિંચાઈ અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે 23 જુલાઈના રોજ ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વર્ષે પણ જુલાઈમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉકાઈ ડેમ છેલ્લા 3 વર્ષથી તેની પૂર્ણ સપાટીએ એટલે કે 345 ફૂટ સુધી ભરાઈ જાય છે. 2019માં ડેમની સપાટી 345.02 ફૂટ, 2020માં 345 ફૂટ પર પહોંચી ગઈ હતી. ગત વર્ષે પણ 2021માં સાતમી ઓક્ટોબરે ડેમનું પાણી તેની પૂર્ણ સપાટી 345 ફૂટ સુધી પહોચી ગયું હતું, આખું વર્ષ પાંચ જિલ્લાની તરસ છિપાવ્યા પછી પણ ડેમમાં હજી 46 ટકા પાણી બચ્યું છે.

Next Article