Tapi : ઉકાઈ ડેમમાં બે દિવસમાં પાણીની આવક વધી, સપાટીમાં પાંચ ફૂટનો વધારો

|

Jul 25, 2021 | 1:02 PM

જેમાં મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડતાં ઉકાઈડેમની સપાટીમાં બે દિવસમાં પાંચ ફૂટનો વધારો થયો છે. હાલ મહારાષ્ટ્રના હથુનર ડેમમાંથી હાલ 91,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

તાપી(Tapi)ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમ(Ukai Dam) માં પાણીની આવક વધી છે . જેમાં મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડતાં ઉકાઈડેમની સપાટીમાં બે દિવસમાં પાંચ ફૂટનો વધારો થયો છે. હાલ મહારાષ્ટ્રના હથુનર ડેમમાંથી હાલ 91,396 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે જ્યારે પ્રકાશા ડેમમાંથી 1,16,041 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે. તેમજ હાલ ઉકાઇ ડેમની હાલની સપાટી 319.33 ફૂટ છે અને પાણીની આવક 98,413 ક્યુસેક છે જ્યારે પાણીની જાવક 600 ક્યુસેક છે. ઉકાઇ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. જ્યારે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.

આ પણ વાંચો : IND vs SL 1st T20I: હવે T20 ના ક્રિકેટ જંગને જીતવા ટીમ ઇન્ડીયા મેદાને ઉતરશે, મીસ્ટ્રી સ્પિનરને મળશે તક!

આ પણ વાંચો : Mirabai Chanu: ઓલિમ્પિક મેડાલીસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ડોમિનોઝ ફ્રી pizza આપશે, જાણો આ રસપ્રદ વાત

Next Video