TAPI : સોનગઢના ડોસવાળાનો વિયર ડેમ ઓવરફલો, 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા

ડોસવાળા વિયર ડેમ ઓવરફલો થતા તેના નીચેના વિસ્તારના 10 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડોસવાળા વિયર ડેમમાં નવા નીરની આવક થઈ છે.

TAPI : સોનગઢના ડોસવાળાનો વિયર ડેમ ઓવરફલો, 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા
Tapi : Following heavy rain, Doswala Viyar dam overflows
| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:05 PM

Tapi : જિલ્લાના સોનગઢ તાલુકામાં ડોસવાળા વિયર ડેમ ઓવરફલો થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. ડોસવાળા વિયર ડેમ તેની પૂર્ણતઃ સપાટી 405 ફૂટથી ઉપર પાણી વહી રહ્યું છે. ડોસવાળા વિયર ડેમ ઓવરફલો થતા તેના નીચેના વિસ્તારના 10 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડોસવાળા વિયર ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે, તો ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : GUJARAT : PG મેડિકલમાં નવા રેગ્યુલેશનથી રાજ્યના વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી, જાણો શું છે કારણ

આ પણ વાંચો : VADODARA : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે DGP સમક્ષ અરજી કરી

Published On - 11:43 am, Mon, 2 August 21