Tapi : નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે રિવરફ્રન્ટ ઉપર ગંદકી, દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ

|

Feb 03, 2023 | 1:33 PM

શહેરીજનોના ફરવા માટે (Vyara Nagarpalika) વ્યારા નગરપાલિકાએ મીંઢોળા નદીના કિનારે અંદાજે 3 કરોડથી વધુના ખર્ચે રિવરફ્રન્ટ બનાવ્યો હતો. પરંતુ તંત્રની માવજતના અભાવે લોકો અહીં ફરવા આવી શકતા નથી. મીંઢોળા નદીમાં જળકુંભી જામી જતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

Tapi : નગરપાલિકાની ઘોર બેદરકારીને પગલે રિવરફ્રન્ટ ઉપર ગંદકી, દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ
Tapi riverfront

Follow us on

વિવિધ જિલ્લાની નદીઓ ઉપર રિવર ફ્રન્ટ એટલા માટે બનાવવામાં આવે છે કે શહેરીજનો ત્યાં જઈને ફરી શકે તેમજ શહેરની શોભામાં વધારો થાય, પરંતુ તાપી જિલ્લામાં મીંઢોળા નદી ઉપર બનાવેલા રિવર ફ્રન્ટ ઉપર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. મીંઢોળા નદીમાં ઠેર ઠેર લીલ અને જળકુંબીનું સામ્રાજ્ય પથરાયેલું છે તેના લીધે અતિશય ગંદકી પણ લાગે છે અને લીલના કારણે આસપાસના વિસ્તારમાં ખૂબ જ વાસ મારતી હોય છે આથી નાગરિકો ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

નગર પાલિકાની બેદરકારીને લીધે લોકો ત્રસ્ત

તાપીના વ્યારામાં નગરપાલિકાની ઘોર બેદરકારીના પગલે હરવા ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બિનઉપયોગી બન્યું છે. શહેરીજનોના ફરવા માટે વ્યારા નગરપાલિકાએ મીંઢોળા નદીના કિનારે અંદાજે 3 કરોડથી વધુના ખર્ચે રિવરફ્રન્ટ બનાવ્યો હતો, પરંતુ તંત્રની માવજતના અભાવે લોકો અહીં ફરવા આવી શકતા નથી. મીંઢોળા નદીમાં જળકુંભી જામી જતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને ગંદકીના પગલે દુર્ગંધ ફેલાતા લોકો અહીં ફરવા આવાનું ટાળે છે. આથી સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે કે તાપી નગર પાલિકાનું તંત્ર નદીની તેમજ રિવરફ્રન્ટની સ્વચ્છતા અંગે ધ્યાન આપે અને નદીની સાફ સફાઈ જલ્દી કરે .

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જિલ્લા પંચાયતની શાળામાં ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

તાપીના સોનગઢમાં દેવલપાડા ગામે જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળામાં 1 વર્ષથી નવા ઓરડા ન બનતા ગરીબ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ લઈ રહ્યા છે. શિક્ષકો ઝાડ નીચે બેસાડી ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓને ભણાવવા મજબૂર બન્યા છે. શાળાના મુખ્ય શિક્ષકે DEOને વારંવાર રજૂઆત કરી છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

એક તરફ સરકાર અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ આપવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે છેલ્લા એક વર્ષથી શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા છે અને નવા એક વર્ષ બાદ પણ બન્યા નથી. છેલ્લા એક વર્ષથી આ જ સ્થિતિ છે. શિક્ષકો પણ અવારનવાર રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ બહેરા તંત્રના કાને શિક્ષકોની રજૂઆતોની પણ કોઈ અસર થતી નથી.

કોઈપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત રહી ન જાય તે માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મુકે છે. પરંતુ અધિકારીઓની નિષ્ક્રિયતાને પાપે અહીં છેવાડા સુધી આ યોજના પહોંચતી જ નથી. શાળાનું મકાન જર્જરિત થઈ જતા તેને બેએક વર્ષ પહેલાં જમીનદોસ્ત કરી દેવાયુ પણ નવું મકાન બનવાનું જાણે સરકારી બાબુઓ ભૂલી જ ગયા છે. આથી ભૂલકા માસૂમ બાળકોને ખુલ્લા આકાશ નીચે બેસી શિક્ષણ લેવુ પડે છે. જો કે ચોમાસાની ઋતુમાં આ બાળકો કઈ રહી તે ભણતા હશે તેનો અંદાજો પણ લગાવી શકાય તેમ નથી.

Published On - 1:30 pm, Fri, 3 February 23

Next Article