Tapi : કુકરમુંડાની પ્રાથમિક શાળામાં તૂટેલી ગટર પર પેવર બ્લોક બેસાડતા પાણીનો ભરાવો

|

Aug 17, 2022 | 4:36 PM

ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કામ મંત્રી જાણે આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું વર્તન કરે છે, જેથી આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માંગણી કરાઈ છે.

Tapi : કુકરમુંડાની પ્રાથમિક શાળામાં તૂટેલી ગટર પર પેવર બ્લોક બેસાડતા પાણીનો ભરાવો
Tapi School (File Image )

Follow us on

તાપી(Tapi ) જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબામાં આવેલ મૌલી પાડા (આમોદા) પ્રાથમિક શાળાના (School )મેદાનમાં વરસાદી પાણી ભરાઇ જતા આંગણવાડી અને શાળાના બાળકોને (Students )હાલાકી. અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે વૈસે જેવી છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંબા ગ્રામ પંચાયતમાં મૌલીપાડા (આમોદા) ગામ આવેલું છે. જે ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર- 1 આવેલું છે. જેના આંગણમાં ગામમાંથી આવતું પાણી પસાર થાય છે. વર્ષો પહેલાં અહીં મોટા પાઇપો નાખી ડબલ ગટર લાઈન બનાવવામાં આવી હતી તે જર્જરીત થઈ હતા.

ગ્રામ પંચાયત દ્વારા નાના પાઇપો નાખી કાચી ગટર લાઈન બનાવવામાં આવી હતી. જે નાની ગટર બનાવ્યા પછીથી વરસાદી પાણી આખું શાળાના મેદાનમાં ભરાય જાય છે. તેમજ આ કાચી ગટર પર પેવર બ્લોક બેસાડતાં સમયે અહીં પેવર બ્લોક ભરેલું ટ્રેક્ટર આ નાની ગટરમાં ફસાઈ જતા પાઈપ તુટીને અંદર બેસી ગયા હતા. જે પાઈપનું સમારકામ કર્યા વગર જ એના ઉપર પેવર બ્લોક બેસાડી દેતા હાલ વરસાદી પાણી આ શાળાના મેદાનમાં ભરાય જતા આંગણવાડી અને શાળાએ આવતા બાળકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.

આઝાદીના 75 પૂર્ણ થયા બાદ 76 મો સ્વતંત્ર દિવસ પણ ગ્રામજનો અને બાળકો દ્વારા આ વરસાદી પાણીમાં જ ઉભા રહીને ઉજવવાની ફરજ પડી હતી. તો શું આ છે ખરેખર આઝાદીનો અમૃત મહોત્સવ ? અહીં આવેલ શાળા ખાતે 18 વિધાર્થીઓ અને આંગણવાડી ખાતે 37 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે. વધુમાં ગ્રામજનો આ બાબતે જણાવે કે અમે અનેક વખત રજૂઆતો ગ્રામ પંચાયતને કરી છે તેમ છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવી શક્યું નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ગ્રામજનો માંગણી કરી રહ્યા છે કે આ સમસ્યા ઘણા વર્ષોથી છે, અનેક વખત તેના માટે રજુઆતો કરવામાં આવી છે, છતાં ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કામ મંત્રી જાણે આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું વર્તન કરે છે, જેથી આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા અહીં પાક્કી આરસીસી વાળી ગટરલાઇન બેસાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Next Article