Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન

|

Mar 13, 2022 | 7:16 AM

સમગ્ર દક્ષિણ ગુજરાતની તમામ દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં સહકારી સંમેલન યોજાશે. અગાઉ ત્રણ વાર આ સંમેલન મોકૂફ રખાયું હતું. અંતે આજે અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન
home minister Amit Shah
Image Credit source: File Photo

Follow us on

કેન્દ્રીય સહકારીતા મંત્રાલય (Cooperative Ministry) દ્વારા આજે દેશનો પ્રથમ “સહકારથી સમૃદ્ધિ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના (Tapi) બાજીપુરા ખાતે યોજાશે. જેને કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ (Amit Shah) સહિતના આગેવાનો ઉપસ્થિત રહી લાખો પશુ પાલકોને સંબોધશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તાપીના બાજીપુરામાં આ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે અને સુમુલ ડેરીએ બનાવેલા સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત અમિત શાહ નવી પારડીમાં બટર કોલ્ડ સ્ટોરેજ અને પાવડર વેરહાઉસનો પણ શિલાન્યાસ કરશે. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવી અને કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે તો તાપી, સુરતના સહકારી મંડળીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહનું કરાશે સન્માન

સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઈ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.

ત્રણ વખત કાર્યક્રમ મોકુફ રખાયા હતા

કેન્દ્ર સરકારમાં અલગથી સહકાર મંત્રાલયની જાહેરાત કરીને પ્રધાન પદે અમિત શાહની વરણી કરવામાં આવી હતી, જેથી સહકાર મંત્રીનું સન્માન કરવા બાજીપુરા ખાતે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અગાઉ ત્રણ વખત સહકાર પ્રધાન અમિત શાહે સમય આપ્યો હતો, પરંતુ કોરોના અને અન્ય કારણોને લીધે ત્રણ વખત કાર્યક્રમ મોકૂફ રાખવાની નોબત આવી હતી. પરંતુ હવે દેશભરમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે, ત્યારે અમિત શાહનું સન્માન કરવા માટે ફરીથી 13 માર્ચેના રોજ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ પણ વાંચો- પોલીસ સ્ટેશનોને 100 ટકા કોમ્પ્યુટરાઇઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું : અમિત શાહ

આ પણ વાંચો- Gujaratમાં વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી આ સ્પષ્ટતા

Next Article