Tapi જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા, ઉકાઇ ડેમની જળસપાટી વધી

|

Jul 26, 2021 | 2:01 PM

જેમાં તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, વલોડ અને સોનગઢમાં ગત રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને નદી નાળામાં નવા નીર આવ્યા છે.

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી(Tapi) માં પણ વરસાદ શરૂ થયો છે . જેમાં તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, વલોડ અને સોનગઢમાં ગત રાત્રિથી ભારે વરસાદ(Rain)પડી રહ્યો છે.  તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને નદી નાળામાં નવા નીર આવ્યા છે. તેમજ ડોલવણમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જેના લીધે ડોલવણથી પસાર થતી અંબિકા, પૂર્ણાં, અને ઓલન નદી બે કાંઠે વહી રહી છે. જયારે ડોલવણના અંતરિયાળ ગામોમાં ઓલન નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 321.44 મીટરે પહોંચી છે.

આ પણ વાંચો : Kargil Vijay Diwas: શું તમે જોઈ છે કારગિલ યુદ્ધ પર આધારિત આ 7 દમદાર ફિલ્મ્સ? જુઓ લીસ્ટ

આ પણ વાંચો : Health Tips: ઉચ્ચ પોષક મૂલ્યોથી ભરપૂર શેતુર છે આરોગ્ય માટે શ્રેષ્ઠ

Published On - 2:00 pm, Mon, 26 July 21

Next Video