મેઘરાજાએ ઉતર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, મોટાભાગના જિલ્લાઓ માટે આજનો દિવસ ‘ભારે’

|

Aug 17, 2022 | 10:10 AM

ગઈ કાલે ભારે વરસાદને પગલે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે (Heavy Rain) મુશ્કેલી સર્જી હતી. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

મેઘરાજાએ ઉતર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, મોટાભાગના જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે
Gujarat Rains

Follow us on

રાજ્યમાં (Gujarat) ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને ઉતર અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજાની મહેર જોવા મળી. ગઈ કાલે ભારે વરસાદને પગલે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે (Heavy Rain) મુશ્કેલી સર્જી હતી. જેમાં સૌથી વધુ તાપીના સોનગઢમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો. તો મહેસાણા 5.5 ઈંચ, વલસાડના ધરમપુરમાં 4.5ઇંચ, ગાંધીનગરના દહેગામમાં 4.5ઇંચ, ડીસા અને બહુચરાજીમાં 4 ઈંચ તેમજ બનાસકાંઠાના (banaskantha) વડગામ, પોશીના અને કાંકરેજમાં 4 ઈંચ અને મહિસાગરમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને પગલે આ જિલ્લાઓમાં સ્થિતિ વણસી

મહત્વનું છે કે,દક્ષિણ ગુજરાતમાં સતત વરસતા વરસાદે લોકો માટે મુશ્કેલી સર્જી છે.સુરત, (Surat) બારડોલી, તાપી, વ્યારા સહિતના અનેક તાલુકા-જીલ્લામાં ક્યાંક હાઈવે પર તો ક્યાંક સોસાયટી અને ઘરોમાં પાણી ભરાયા છે, ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદને (Gujarat Rain) કારણે સ્થિતિ વણસી છે.તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. જેના કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઇ ગયા.બનાસકાંઠાના દાંતીવાડા, અંબાજી, પાલનપુર અને ડીસામાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા. તો મહેસાણાના ઊંઝા અને અરવલ્લીના મોડાસામાં (modasa) પણ જોરદાર વરસાદ પડ્યો.જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજ્યમાં મેઘમહેર યથાવત

તો હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં (Ahmedabad) પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે ધોધમાર વરસાદ વરસતા એક કલાકમાં ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, જગતપુર, મોટેરા, સાબરમતી, બોપલ, થલતેજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો. બોડકદેવ, વસ્ત્રાપુર, સાયન્સ સિટી, સેટેલાઇટ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો. જેના કારણે ગુરુકુલ રોડ, હેલમેટ ચાર રસ્તા પાસે તેમજ ડ્રાઈવઈન અને પકવાન પાસે રસ્તા પર પાણી ભરાયા હતા. તો વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચોઃ

એરટેલની 5G સ્પેક્ટ્રમની ખરીદી કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થશે

 

Published On - 8:00 am, Wed, 17 August 22

Next Article