South Gujarat : અષાઢમાં મેઘાડંબર,આજે પણ ભારે વરસાદની આગાહી, તાપીના ડોલવણમાં 4 ઈંચથી જળબંબાકાર

|

Jul 03, 2022 | 9:42 AM

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) અષાઢ મહિનામાં મેઘરાજા રિઝ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ રહ્યો છે, જેને પરિણામે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે.

South Gujarat : અષાઢમાં મેઘાડંબર,આજે પણ ભારે વરસાદની આગાહી, તાપીના ડોલવણમાં 4 ઈંચથી જળબંબાકાર
ujarat monsoon 2022: Heavy rain in South Gujarat, waterlogging from 4 inches in Tapi's dolvan

Follow us on

Monsoon 2022: રાજ્યમાં ચોમાસાનું (Monsoon) જામી રહ્યું છે. રાજ્યભરમાં હાલમાં સમગ્ર જગ્યાએ વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં  છેલ્લા 24 કલાકમાં 143 તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્યના દક્ષિણ છેડે (South Gujarat)પણ અવિરત મેઘમેહર જોવા મળી રહી છે. આ મેઘમહેર વચ્ચે તાપી જિલ્લાના ડોલવણમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ નવસારી શહેર અને જિલ્લામાં વરસાદથી પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતના અષાઢ મહિનામાં મેઘરાજા રિઝ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ રહ્યો છે જેને પરિણામે વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે.

દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ અને સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વઘઇ સાપુતારા માર્ગ ઉપર વૃક્ષોમાં નવી કૂંપણો ફૂટતા ચારે તરફ હરિયાળી નજરે પડી રહી છે. ઝરમર વરસાદને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં આહ્લાદક દરહસ્યો જોવા મળી રહ્યા છે. ગિરિમથક ખાતે સાંજના સમયે ધૂમમ્સ છવાઈ જતા વિઝીબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

તો સુરતના ઓલપાડમાં ઓલપાડના કિમ ગામે આવેલા અંબાજી મંદિરમાં પણ પાણી ફરી વળ્યાં હતા. છતાં પણ ભક્તોની આસ્થા અકબંધ રહી હતી. ભક્તોએ પાણીમાં ઉભા રહી મંદિરમાં સવારની આરતી કરી હતી. મંદિરમાં આવેલું શિવલિંગ પણ અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.  સ્થાનિક લોકોનું કહેવું હતું કે જાણે મેઘરાજા પણ ભગવાન શિવના દર્શન માટે આવતા હોય તેમ દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે.

રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

નવસારી જિલ્લામાં પણ  ભારે વરસાદથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું. જેને  વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા  હતા.  તો ઉમરગામ 2.5, જલાલપોર 2.5,  કપરાડા 2.5 અને સુબીર 2.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવી માં 3.5મિલીમીટર વરસાદ નોંધાયો છે.

આજે પણ દક્ષિણ  ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘમહેર થઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરત તેમજ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  સાથે સાથે  ડાંગ, તાપી અને   વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

 

Published On - 9:37 am, Sun, 3 July 22

Next Article