TAPI : તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ડાંગરના પાકને મળ્યું જીવનદાન

|

Aug 18, 2021 | 6:58 PM

તાપી જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીર આવ્યાં છે. સારા વરસાદને કારણે ચેકડેમો વરસાદના પાણીથી છલકાયા છે. પાણીની આવક થતા ખેડૂતોને મોટી રાહત થઇ છે.

TAPI : હવામાન વિભાગની આગાહીને પગલે તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. તાપી જિલ્લાના વડુંમથક વ્યારા તેમજ વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે. તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.સારા વરસાદને કારણે તાપી જિલ્લાના ખેડૂતોના ડાંગરના પાકને જીવનદાન મળ્યું છે. તાપી જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીર આવ્યાં છે. સારા વરસાદને કારણે ચેકડેમો વરસાદના પાણીથી છલકાયા છે. પાણીની આવક થતા ખેડૂતોને મોટી રાહત થઇ છે.

આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હજી પણ 48 ટકા જેટલી વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે. એવામાં વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. જેમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજયમાં પાછલા ત્રીસ વર્ષની સરખામણીએ 37.12 ટકા જ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે, તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે..જ્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે.

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

આ પણ વાચો : AHMEADABAD : પીરાણા ડમ્પિંગ સાઈટ પર 15 દિવસમાં 1 હજાર વૃક્ષ ઉગાડવાની તૈયારીઓ પુરજોશમાં

Next Video