AHMEADABAD : પીરાણા ડમ્પિંગ સાઈટ પર 15 દિવસમાં 1 હજાર વૃક્ષ ઉગાડવાની તૈયારીઓ પુરજોશમાં

પીરાણા ડમ્પિંગ સાઈટ પર 24 એકર જમીન ખાલી થતા આ જમીન પર વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે હાલ પુરજોશ તૈયારી શરૂ કરી દેવાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 6:38 PM

AHMEADABAD : શહેરમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈટ પર વર્ષોથી કચરો ડંમ્પ કરવામાં આવી રહ્યો છે.. જેના કારણે સ્થાનિકોને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ માટે વિપક્ષો દ્વારા પણ આંદોલન કરવામાં આવ્યા છે..ત્યારે હવે પીરાણા ડમ્પિંગ સાઈટ પર 15 દિવસમાં 1 હજાર વૃક્ષ ઉગાડવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.મળતી માહિતી પ્રમાણે મુખ્યપ્રધાનના વિજય રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. વૃક્ષારોપણ માટે વૃક્ષો મંગાવી લેવામાં આવ્યા છે.સાથે જ માટી અને ખાતર નાંખી જમીન સમતલ કરવાની કામગીરી ચાલી રહી છે.ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે કારણે કે, પીરાણાની આસપાસના વિસ્તારમાં શ્વાસ અને ચામડી સહિતની અનેક બીમારી ફાટી નીકળી છે.વૃક્ષો ઉગાડવાથી રાહત મળી રહેશે તેવી સ્થાનિકોને આશા છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ પર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી કચરાના નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં મશીનરીની પણ મદદ લેવામાં આવી. આ કામગીરીમાં અત્યાર સુધી 40 લાખ મેટ્રિક ટન ઉપર કચરો ખાલી કરી 24 એકર જમીન ખાલી કરવામાં આવી છે. તો હજુ પણ કચરનો નિકાલ અને પ્રોસેસની કામગીરી ચાલુ છે.

પીરાણા ડમ્પિંગ સાઈટ પર 24 એકર જમીન ખાલી થતા આ જમીન પર વૃક્ષારોપણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે હાલ પુરજોશ તૈયારી શરૂ કરી દેવાઇ છે.

આ પણ વાંચો : SURAT : સુરતવાસીઓ માટે સારા સમાચાર, કેન્દ્રીયપ્રધાન દર્શના જરદોશે સુરત-મહુવા નવી ટ્રેનની જાહેરાત કરી

આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">