Breaking News : તાપીમાં ડોસવાડા ડેમ થયો ઓવર ફ્લો, નીચાણવાળામાં આવેલા 10 ગામને કરાયા એલર્ટ

|

Jun 30, 2023 | 2:24 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગની વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તાપીના સોનગઢમાં રજવાડી સમયથી બનાવવામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થયો છે.

Breaking News : તાપીમાં ડોસવાડા ડેમ થયો ઓવર ફ્લો, નીચાણવાળામાં આવેલા 10 ગામને કરાયા એલર્ટ
Tapi Rain

Follow us on

Rain Breaking : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગની વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તાપીના સોનગઢમાં રજવાડી સમયથી બનાવવામાં આવેલો ડોસવાડા ડેમ ઓવર ફ્લો થયો છે.

આ પણ વાંચો :Tapi : જિલ્લો છેવાડાનો પણ શોખ અવ્વલ ! વ્યારાના યુવાન પાસે વિન્ટેજ સાઇકલથી લઈને લેટેસ્ટ સાઇકલ સુધીનું કલેક્શન

ડોસવાડા ડેમ ઓવર ફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 10 થી વધુ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. સોનગઢમાં આવેલા ડોસવાડા ડેમની પૂર્ણતઃ સપાટી 123.44 મીટર છે. જ્યારે ડોસવાડા ડેમ પૂર્ણતઃ સપાટી થી બે ફૂટ ઉપર પાણી વહી રહ્યુ છે. આ વર્ષે ડેમમાં પાણીની આવક 5944 ક્યુસેક છે. અને જાવક 5944 ક્યુસેક છે.

ભગવાનને કાપેલા ફળો ધરાવવા કે આખા ફળ ધરાવવા ? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી
ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?

જિલ્લા પંચાયત હસ્તકના 57 રસ્તા બંધ

તો તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં  ધોધમાર વરસાદ વરસતા જિલ્લા પંચાયત હસ્તકના 57 રસ્તા બંધ થયા છે. જ્યારે વ્યારાના 13, ડોલવણના 7, વાલોડના 11 રસ્તાઓ બંધ છે. તો આ તરફ ચોરવાડ ગામનો લો-લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. વ્યારા – સોનગઢને જોડતા રસ્તા પર પાણી ભરાયા છે. ભારે વરસાદના ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 

અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ

અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અમરેલીના નાજાપુર, તોરી, રામપુર અને ખાખરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અમરેલીના સુરવો ડેમમાં 12 કલાકમાં 12 ફૂટ નવા નીરની આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવકને પગલે હાલ ડેમની સપાટી 15.5 ફૂટ છે

ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ત્રિવેણી સંગમ છલકાયો

ગીર સોમનાથમાં ભારે વરસાદના પગલે ત્રિવેણી સંગમ છલકાયો છે. મુશળધાર વરસાદ વરસતા હિરણ,કપિલા અને સરસ્વતી ત્રણેય નદીઓ છલકાઈ છે. આ પવિત્ર નદીઓનો સંગમનો નજારો અદભુત છે.

(With input-Nirav Kansara,Tapi )

Published On - 11:19 am, Fri, 30 June 23