Tapi : રાજ્યમાં ‘નલ સે જલ ‘ યોજના 100 ટકા પૂર્ણના દાવા વચ્ચે અંતરિયાળ વિસ્તારો હજુ પણ પાણીની સુવિધાથી વંચિત

|

Jan 12, 2023 | 9:36 AM

તાપી જિલ્લાનું કાકડવા ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરી કાગળ પર તો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ બે વર્ષ થવા છતાં લોકોના ફળિયા કે ઘર સુધી પાણી આવ્યું નથી.

Tapi : રાજ્યમાં નલ સે જલ  યોજના 100 ટકા પૂર્ણના દાવા વચ્ચે અંતરિયાળ વિસ્તારો હજુ પણ પાણીની સુવિધાથી વંચિત
File Photo

Follow us on

રાજ્ય સરકારે વાસ્મો યોજના હેઠળ અનેક અંતરિયાળ વિસ્તારોમાં પીવાનું સ્વચ્છ પાણી ઘરે-ઘરે પહોંચાડ્યું છે. જો કે હજી પણ કેટલાક ગામડા પીવાના પાણીની સુવિધાથી વંચિત છે.  તાપી જિલ્લાનું કાકડવા ગામમાં વાસ્મો યોજના હેઠળ પાણી પહોંચાડવાની કામગીરી કાગળ પર તો પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ બે વર્ષ થવા છતાં લોકોના ફળિયા કે ઘર સુધી પાણી આવ્યું નથી. કાકડવા ગામના છ હજાર લોકો અને 800 ઘરોને પાણીનો સીધો લાભ મળવાનો હતો, પરંતુ સરકારની વહીવટી આંટીઘૂટીમાં યોજના અટવાઈ જતા કાકડવા ગામની મહિલાઓને એક કિલોમીટર દૂર પાણી લેવા જવું પડે છે.

સરકારની વહીવટી આંટીઘૂટીમાં યોજના અટવાઈ

કાકડવા ગામના માત્ર 20 ટકા ઘરોમાં પાણી પહોંચ્યું છે, પરંતુ વાસ્મોના અધિકારી તો 50 ટકા ઘરોમાં પાણી પહોંચ્યાનો દાવો કરી રહ્યાં છે. પાણી પુરૂ પાડવા માટે બનાવેલો બોર સુકાઈ ગયો હોવાથી મહત્તમ ઘરોને પાણી મળતું ન હોવાનો અધિકારીઓનો દાવો છે. વાસ્મોના અધિકારીઓ નલ સે જલ યોજના હેઠળ ભલે 100 ટકા કામગીરી થયાનો દાવો કરતા હોય. પરંતુ કાકડવા ગ્રામજનોની જાગૃતત્તાથી પાણી ન પહોંચ્યું હોવાનો વાત સામે આવી છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરીને ગ્રામજનોને વહેલી તકે પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

Published On - 7:58 am, Thu, 12 January 23

Next Article