TAPI : કોરોના રસીકરણનું અભિયાન તેજ, આદિવાસીઓમાં રસીને લઇને અનેક ગેરસમજો

|

Mar 31, 2021 | 1:54 PM

TAPI : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સક્રમણ વધતા તેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરીને વેગવાન બનાવી દેવાઈ છે.

TAPI : કોરોના રસીકરણનું અભિયાન તેજ, આદિવાસીઓમાં રસીને લઇને અનેક ગેરસમજો
ફાઇલ

Follow us on

TAPI : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સક્રમણ વધતા તેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોરોના પ્રતિરોધક રસી આપવાની કામગીરીને વેગવાન બનાવી દેવાઈ છે. તેમાંય કોરોનાને નાથવા માટે ખાસ કરીને સરકારે ટેસ્ટીંગ-ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની વ્યુહ રચના અપનાવી છે. જેના ભાગરૂપે રસી આપવાનું પણ નક્કી કરાયું છે. અને તેની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે કોરોના પ્રતિરોધક રસી સામે કેટલીક ગેરમાન્યતાઓ પણ લોકોમાં જોવા મળી રહી છે, જેને લોકોના માનસ પરથી દૂર કરવાનો માટે પાયાની કહી શકાય તેવી આશાવર્કરો મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

કોરોના મહામારીએ દેશ દુનિયાને હચમચાવી નાખ્યું છે, ત્યારે દેશમાં શોધાયેલ સ્વદેશી બનાવટની કોરોના પ્રતિરોધક રસી લોકોને મુકવાનું કામ તબકાવાર દેશમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોના માનસ પર રસીને લઈને કેટલીક ગેરસમજ ઉભી થઇ છે, તાપી જિલ્લામાં કોરોના રસીકરણની બાબતમાં લોકોને મુંઝવતી બાબતોથી લોકોની ગેરસમજ દૂર કરવાનું કામ પાયાની એવી મામુલી મહેનતાણું મેળવતી આશા વર્કરો કરીને કોરોનાને મ્હાત આપવા માટે નવી આશા જન્માવી રહી છે.

કેટલાક લોકોમાં કોરોના અંગે ઘણી વિપરીત માનસિકતા પ્રવર્તે છે, જેવી કે વેકસીનથી ગંભીર બીમારી થાય છે, મૃત્યુ પણ થઈ શકે છે, ગંભીર બીમારી ધરાવતા લોકો ન લઈ શકે, જેવી અનેકો ગેરસમજને દૂર કરી આવા લોકો વધુમાં વધુ રસીકરણ કરાવે તેવી સમજ તાપી જિલ્લાની આશા વર્કરો દ્વારા અપાઈ રહી છે, જે સહર્ષ લોકો સ્વીકારી રહ્યા છે.

જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું

તાપી જિલ્લામાં કુલ ૪૮ સ્થળે રસીકરણના કેંદ્રો ચાલી રહ્યા છે. આ કેંન્દ્રો ઉપર ૫ થી ૬ આરોગ્ય વિભાગની ટીમ તથા આંગણવાડીના આશા વર્કર હેલ્પર બહેનો ફરજ બજાવી રહ્યા છે. દરરોજ તેઓની ડ્યુટી અલગ-અલગ વિસ્તારોમાં ગોઠવવામાં આવે છે. મામુલી પગારમાં પણ સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ સુધી આશાવર્કરો ફરજ પર હાજર રહી પોતાની નિષ્ઠા થી ફરજ બજાવી રહ્યા છે. આ બહેનો પોતે આસપાસના ગામોમાંથી અને ઘણી બહેનો અન્ય જિલ્લાઓ માંથી આવે છે. જેમના થકી આરોગ્ય વિભાગને મોટી મદદ મળી રહી છે.

ભરતાપમાં લોકોના ઘરે-ઘરે જઇ સૌને રસીકરણ અંગે જાણકારી આપી પોતે પણ રસી લીધી છે, જેના કારણે પોતે સુરક્ષિત છે, જેવા ઉદાહરણો આપી લોકોના મનમાંથી ખોટી શંકાઓ દુર કરી સાચી માહિતી આપી વેક્શિન લેવા લોકોને આશાવર્કરો તૈયાર કરી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં કડવા અનુભવો થવા છતા પોતાના જિલ્લાના લોકોને સુરક્ષિત બનાવવાના લક્ષ્યને ધ્યાને રાખી આશા વર્કરો અને આરોગ્ય વિભાગની બહેનો આજે પણ સતત કાર્યશીલ છે. ફ્રંટલાઈન વોરિયર્સના આવા પ્રયત્નો થકી તાપી જિલ્લામાં આજે 60 હજારથી વધુ લોકો રસીકરણ ઝુંબેશમાં સહર્ષ જોડાઈ રસીકરણનો લાભ લીધો છે. “તેજસ્વી તાપી”ની તેજસ્વીતાને જાળવી રાખવા તાપી જિલ્લાની મહિલા કોરોના વોરીયર્સ ખડે પગે કામ કરી રહી છે. જેમની કાર્ય નિસ્થા સેવા ભાવનાને સલામ.

Next Article