T20 Cricket: અંતિમ વિકેટના રુપમાં આ ગુજરાતી ક્રિકેટરે ધમાલ મચાવી દીધી હતી, દશમી વિકેટ માટે વિક્રમી પાર્ટનરશિપ નોંધાવી હતી

|

Nov 13, 2021 | 10:15 PM

નેપાળમાં રમાયેલી T20 ક્રિકેટની ત્રણ મેચની સિરીઝ દરમ્યાન અંતિમ મેચમાં આ પરાક્રમ ગુજરાતી ક્રિકેટરે કર્યુ હતુ. અંતિમ વિકેટ માટે 34 બોલમાં તોફાની રમત રમી હતી.

T20 Cricket: અંતિમ વિકેટના રુપમાં આ ગુજરાતી ક્રિકેટરે ધમાલ મચાવી દીધી હતી, દશમી વિકેટ માટે વિક્રમી પાર્ટનરશિપ નોંધાવી હતી
Vipul Narigara

Follow us on

ચાર વર્ષ પહેલા T20 ક્રિકેટમાં ગુજરાતની એક ક્રિકેટ ક્લબની ટીમે નેપાળમાં દશમી વિકેટ માટે વિક્રમી ભાગીદારી રમત રમી દર્શાવી હતી. રેસ્ટ ઓફ વેલિયન્ટ ક્રિકેટ ટીમે (Valiant Cricket Team) 2017ના નવેમ્બર દરમ્યાન નેપાળ પ્રવાસ ખેડ્યો હતો. જ્યાં નેપાળની પોખરા ઇલેવન સામે ત્રણ T20 મેચની સિરીઝ રમી હતી. જેમાં આ વિક્રમી રમત વેલિયન્ટ ક્રિકેટ ટીમના પૂંછડીયા બેટ્સમેનોએ રંગશાલા ગ્રાઉન્ડ, પોખરા (નેપાળ)માં રમી હતી.

અગીયારમાં ખેલાડી તરીકે બેટીંગ કરવા માટે પિચ પર વિપુલ નારીગરા (Vipul Narigara) ઉતર્યો હતો. તેના પિચ પર પહોંચવા પહેલા ટીમે માત્ર 44 રનમાં જ 9 વિકેટ ગુમાવી દીધી હતી. આમ મોટી હારનુ સંકટ ગુજરાતી T20 ક્રિકેટ ક્લબ પર તોળાયુ હતુ. એ દરમ્યાન વિપુલે 16 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ની રમત સાથે 40 રન ફટકાર્યા હતા. આમ અંતિમ વિકેટની રમત દરમ્યાન તેણે સ્ફોટક બેટીંગ કરીને નેપાળમાં તે વખતે મેદાન પર ઉપસ્થિત સૌ કોઇને દંગ કરી કરી દીધા હતા. 19મી ઓવરમાં રનઆઉટ થયો અને રેસ્ટ ઓફ વેલિયન્ટ 126 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ રેસ્ટ ઓફ વેલીયન્ટ ક્રિકેટ ટિમ 40 રનથી મેચ હારી ગઈ હતી.

 

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

વિપુલ સાથે અતુલ ની પણ ધમાલ

વિપુલ સાથે અતુલ ત્યાગીએ પણ અંતિમ વિકેટ દરમ્યાન 18 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 36 રન જોડ્યા હતા. આમ અતુલ અને વિપુલે અંતિમ વિકેટ ની રમત દરમ્યાન 82 રનની ભાગીદારી રમત રમી હતી. બંને સાથે મળીને T20 કલબ ક્રિકેટ ફોર્મેટમાં 10મી વિકેટ માટે સર્વોચ્ચ ભાગીદારી માટે વિશ્વ-વિક્રમ બનાવી દીધો હતો. બંનેએ છેલ્લી વિકેટ માટે માત્ર 34 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 82 રન જોડ્યા હતા.

 

જીત માટે જરુરી હતા 167 રન

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા યજમાન પોખરા XI એ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. ઓવર દીઠ આઠથી વધુ રનની સરેરાશથી જીત માટે રેસ્ટ ઓફ વેલીયન્ટ ક્રિકેટ ટિમ ને 167 રનની જરૂર હતી. પરંતુ રેસ્ટ ઓફ વેલીયન્ટ ટિમ 13મી ઓવરના અંત સુધીમાં માત્ર 44 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. જેને લઇને ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. પરંતુ વિપુલ અને અતુલની રમતે મેચમાં રોમાંચ ઉમેરી દીધો હતો.

રાજુલાના આ ક્રિકેટરના કમાલની રમતને લઇને ક્રિકેટ ચાહકો જ નહી પરંતુ દિગ્ગજોએ પણ વખાણી હતી. ક્રિકેટ જગતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સુરીન્દર ખન્ના, અજય રાત્રા, જતિન્દર સિંગ જેવા પૂર્વ ક્રિકેટરોએ વિપુલ નારીગરાને સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છા આપી હતી.

 

 

આ પણ વાંચોઃ IND vs NZ: અજીંક્ય રહાણેને ટેસ્ટ ટીમના કેપ્ટનની જવાબદારી મળતા પૂર્વ ભારતીય ઓપનર નારાજ, કહ્યુ, જેને ટીમમાં સ્થાન નથી એને કમાન શાની?

આ પણ વાંચોઃ T20 World Cup Final: ઓસ્ટ્રેલિયા જીતે કે ન્યુઝીલેન્ડ, T20 ક્રિકેટને મળશે નવો વિશ્વ ચેમ્પિયન, મેદાન પણ રચશે ઇતિહાસ

Published On - 9:44 pm, Sat, 13 November 21

Next Article