Vadodara: MS યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતીમાં VC એ આચર્યો ભ્રષ્ટાચાર? સિન્ડિકેટ અને સેનેટ સભ્યોએ લગાવ્યો આરોપ

| Edited By: | Updated on: Oct 12, 2021 | 5:02 PM

Vadodara: નામાંકિત MS યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હ્પ્વાના આક્ષેપો લાગ્યા છે. જેમાં VC એ સગા-સંબંધી અને ભ્રષ્ટાચારથી ભરતી કરી હોવાનો આરોપ સિન્ડિકેટ અને સેનેટ સભ્યોએ લગાવ્યો છે.

ગુજરાતની નામાંકિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આ વખતે MSU માં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ભરતી પ્રક્રિયામાં વાઇસ ચાન્સેલર દ્વારા ભ્રષ્ટાચાર અને સગાવાદની નીતિ અપનાવાતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. વાઇસ ચાન્સેલર પર 13 સિન્ડિકેટ અને સેનેટ સભ્યોએ આ આક્ષેપ કર્યો છે. અને આ અંગે, સાવલીના ધારાસભ્ય અને MSU માં સરકાર નિયુક્ત સેનેટ સભ્ય કેતન ઇનામદારને રજૂઆત કરી.

સમગ્ર મામલે વિવાદ થતા રજૂઆતને ધ્યાનમાં રાખીને કેતન ઇનામદારે CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. અને તપાસ કમિટીની રચના કરી કાર્યવાહીની માંગ કરી છે. સિન્ડિકેટ સભ્ય એ કહ્યું કે, ‘ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. જેમાં વાઈસ ચાન્સેલર દ્વારા પોતાના સગાઓ, ઓળખીતાઓ અને ભ્રષ્ટાચાર કરીને નિયુક્તિ કરી છે. જેનો સિન્ડિકેટ સભ્યો વિરોધ નોંધાવે છે.’ બાદમાં ધારાસભ્યને પણ તેઓએ રજૂઆત કરી છે. સાવલીના ધારાસભ્યએ આ વિષય પર ધ્યાન આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતું વાઘાણીને પત્ર લખ્યો છે. હવે જોવું રહ્યું કે આ વિષયે આગળ શું કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવે છે. તેમજ કાર્યવાહી થાય છે તો નીચોળ શું આવે છે.

 

આ પણ વાંચો: VIRAMGAM : વિરમગામ નગરપાલિકામાં હોબાળો, કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચીફ ઓફિસરનું રાખ્યું બેસણું

આ પણ વાંચો: Ahmedabad: કોલસાની અછત અને સંભવિત વીજ કટોકટીનો મુદ્દો હાઈકોર્ટમાં, જાણો શું છે અરજદારની રજૂઆત

Published on: Oct 12, 2021 04:45 PM