સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઃ સુરેન્દ્રનગર પાલિકાને 3.90 કરોડ અને કાલોલ પાલિકાને 2.95 કરોડ ફાળવાયા

|

Feb 14, 2022 | 7:17 PM

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાઃ સુરેન્દ્રનગર પાલિકાને 3.90 કરોડ અને કાલોલ પાલિકાને 2.95 કરોડ ફાળવાયા
Symbolic image

Follow us on

2021-22ના વર્ષમાં6 નગરપાલિકાઓને રૂ. 10 કરોડ 51 લાખના કામો માટેની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Swarnim Jayanti Mukhyamantri Shaheri Vikas Yojana) અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપ્યું છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર સુરેન્દ્રનગર-દૂધરેજ વઢવાણ નગરપાલિકામાં આગવી ઓળખના કામ અન્વયે રિવરફ્રન્ટની દરખાસ્તમાં વિવિધ કામો માટે રજૂ થયેલી શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને અનુમોદન આપીને રૂ. 3 કરોડ 90 લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ભુપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે હવે, RCC રિટેનીંગ વોલ તેમજ એમ.પી.શાહ કોલેજથી એસ.ટી સ્ટેન્ડ સુધીના માર્ગ નિર્માણના કામો આ નગરપાલિકા હાથ ધરશે.

મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આવા જ આગવી ઓળખના કામ અન્વયે કાલોલ નગરપાલિકાને તળાવ બ્યૂટિફિકેશન માટે રૂ. 2 કરોડ 95 લાખના કામો હાથ ધરવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તદ્દઅનુસાર, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને દર બે વર્ષે એક વખત રૂ. પાંચ કરોડ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓને દર બે વર્ષે રૂ. 4 કરોડ, ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 2 કરોડ ફાળવવામાં આવે છે.

2021-22ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની 6 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. 10.51 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar : ગ્રામ વિકાસ મંત્રી કલોલના આદર્શ ગામ બિલેશ્વપુરાની મુલાકાતે, મોડેલ ઇ- ગ્રામ પંચાયત અને પુસ્તકાલયનું લોકાર્પણ

આ પણ વાંચોઃ Ahmedabad: સિવિલ હોસ્પિટલની અવિસ્મરણીય સિધ્ધી, એક જ દિવસમાં રેકર્ડબ્રેક ત્રણ અંગદાન

Next Article