
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. પાટડી નગરપાલિકામાં ગામ તળાવના ડેવલપમેન્ટના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતા કોન્ટ્રાક્ટર્સને પાટડી નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી ફાળવેલી ગ્રાન્ટમાંથી ઓનલાઇન ઇ-ટેન્ડરથી ગુજરાત સરકારમાં રજીસ્ટર થયેલા ‘AA CLASS’ ઇજારદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Gujarati Video : દાહોદમાં લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો
આ ટેન્ડરની અંદાજીત રકમ 655.58 લાખ રુપિયા છે. તો ટેન્ડર ફી 18000 રુપિયા છે. આ કામ માટેની વિગતવાર માહિતી www.nprocure.com પરથી મેળવી શકાશે. ટેન્ડર તારીખ 7 જૂન 2023 સાંજે 6 કલાક સુધી ડાઉનલોડ તથા અપલોડ કરી શકાશે. તથા ફિઝિકલ ડોક્યુમેન્ટ 12 જૂન 2023 સુધીમાં પાટડી નગરપાલિકા કચેરી ખાતે આર.પી.એ.ડી.થી પહોંચતા કરવાના રહેશે. જો આ કામોના ટેન્ડરમાં કોઇપણ ફેરફાર જણાશે તો તેની વિગત ઓનલાઇન www.nprocure.com વેબસાઇટ પર જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે અહીની કચેરીના ફોન નંબર 02757228516 પર સંપર્ક કરી શકાશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો