Surendranagar : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (Water Supply and Sewerage Board) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના (Dhrangdhra) એક ગામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રીજુનીનેશન કાર્યક્રમ હેઠળ રામપરા ગામમાં નવા બોરથી હયાત પાઇપલાઇન સુધી 110 મીમી વ્યાસ પીવીસી પાઇપલાઇન સપ્લાય કરી નાખવાનુ અને પંપ કેબીન બાંધવાના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે.
આ ટેન્ડરની અંદાજીત રકમ-2,85, 706.82 રુપિયા છે. ઇએમડીની રકમ 2860 રુપિયા અને ટેન્ડર ફી 600 રુપિયા છે. આ કામ માટે માન્ય ઉત્પાદક કે ઠેકેદારો પાસેથી ટેન્ડર મગાવવામાં આવે છે. એજન્સીઓએ તેમના લેટરપેડ ઉપર અરજી,રજીસ્ટ્રેશન તથા પાન કાર્ડની નકલ તથા ટેન્ડર ફી ભરી આ કામના ટેન્ડર બપોરે 4 કલાક સુધીમાં પહોંચતા કરવાના રહેશે. ટેન્ડર રુબરુ સબમીશનની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2023 બપોરે 4 કલાક સુધીની છે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો