Surendranagar: ભણતર નહીં ગણતરના આધારે ઝાલાવાડના ખેડૂતે કરી કમાલ, ધરતીમાંથી પકવ્યું કાચું સોનું

|

Jul 02, 2022 | 9:23 AM

સુરેન્દ્રનગરના (Surebdranagar) ધ્રાંગધ્રાના નિરક્ષર ખેડૂત નવઘણભાઈ હેમુભાઈ ઠાકોરે ઉનાળામાં પ્રતિકૂળ વાતાવરણમાં કપાસનું વાવેતર કરી પ્રતિમણ 5,101 રૂપિયા ભાવ મેળવીને આ ક્ષેત્રે આગવી સિદ્ધી નોંધાવી છે.

Surendranagar: ભણતર નહીં ગણતરના આધારે ઝાલાવાડના ખેડૂતે કરી કમાલ, ધરતીમાંથી પકવ્યું કાચું સોનું
Surendranagr: A farmer from Jhalawad did a marvelous production of cotton

Follow us on

ગુજરાતમાં સુરેન્દ્રનગર સૂકો પ્રદેશ ગણાય છે અને અહીંના ખેડૂતો ખેતી માટે અતિશય પરસેવો વહાવીને આર્થિક રોજગારી રળતા હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરના (Surendranagar) ધ્રાંગધ્રાના નિરક્ષર ખેડૂત નવઘણભાઈ હેમુભાઈ ઠાકોરે ઉનાળામાં પ્રતિકૂળ વાતાવરણમાં કપાસનું(Cotton) વાવેતર કરી પ્રતિમણ 5,101 રૂપિયા ભાવ મેળવીને કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધી નોંધાવી છે.

સામા પ્રવાહે ચાલીને  મેળવી આ સફળતા

ધાંગ્રધાના ખેડૂત નવઘણભાઈએ એવો કમાલ કર્યો છે અને સુરેન્દ્રનગરની સૂકી ભઠ્ઠ જમીન અને પાણીની પરિસ્થિતિમાં  સામા પ્રવાહે ચાલીને આ સફળતા મેળવી છે. આ  સફળતાને  પગલે   હવે અન્ય ખેડૂતો પણ નવઘણભાઈ સાથે  સંપર્ક કરીને કપાસના વાવેતર અંગે માહિતી મેળવી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના આ ખેડૂતે સામા પ્રવાહે ચાલવાનું નક્કી કરીને પોતાની સૂઝબૂઝથી પ્રતિકૂળ સમયમાં કપાસનો સફલ પાક મેળવીને પ્રતિમણ રેકોર્ડ બ્રેક 5,101 રૂપિયા ભાવ મેળવ્યો હતો. અને પ્રથમ વીણીમાં 5 વીઘામાં 11 મણ કપાસનું ઉત્પાદન મેળવ્યું હતું. તેમજ ઉનાળુ કપાસના વાવેતરથી તેમને રૂપિયા . 2.30 લાખની આવક થવાની આશા છે. નવઘણ ભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે મેં અલગ પ્રયોગ કરી 5 વીઘામાં ઉનાળુ કપાસનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે મારો મરચી વાવવાનો પ્રયોગ સફળ રહ્યો નહોતો.

નવઘણભાઈએ ફેબ્રુઆરી મહિનામાં કપાસનું કર્યું વાવેતર

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગે કપાસ અને જીરાની ખેતી કરવામાં આવે છે. કૃષિ નિષ્ણાત ખેડૂતોના મતે જો અહીં જૂન અને જુલાઇ મહિનામાં એટલે કે ખરીફ સિઝનમાં જો કપાસનું વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન મળે છે, પરંતુ નવઘણભાઇએ પરંપરાગત જ્ઞાન અને કોઠાસૂઝને આધારે ફ્રેબુઆરૂી મહિનામાં કપાસની વાવણી કરી હતી અને હાલમાં અન્ય ખેડૂતો જ્યારે વાવણી કરી રહયા છે ત્યારે નવઘણ ભાઈ પાસે મબલખ પાક તૈયાર છે. અને આ સિદ્ધી મેળવવા માટે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં તેમનુ સન્માન પણ કરવામાં આવ્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કંઇક નવું કરવાના હેતુથી કર્યુ આ સાહસ

ખેડૂત નવઘણભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ કંઇક નવું કરવા માંગતા હતા અને જોવા માંગતા હતા કે પ્રતિકૂળ સિઝનમાં સારો પાક કેવી રીતે મેળવાય? તેમણે જણાવ્યું હતું કે હવા, પાણીનો અભ્યાસ કરીને કપાસનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. અને હાલમાં કપાસન મોલમાં પુષ્કળ જીંડવા બેઠા છે તેમણે જણાવ્યું હતું કે મેં 22-02-2022 જેવી ચોક્કસ તારીખ પસંદ કરીને કપાસની વાવણી શરૂ કરી હતી. તેથી જો હું સફળ થાઉ તો આ તારીખ હંમેશાં યાદ રહેશે.

Published On - 9:19 am, Sat, 2 July 22

Next Article