SURENDRANAGAR : PGVCLએ લખતર ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યું

|

Aug 05, 2021 | 8:31 AM

લખતર ગ્રામ પંચાયતનું વિજ કનેક્શન કપાતા શહેરમાં ઘોર અંધારપટ્ટ છવાયો છે અને શહેરીજનોના સ્ટ્રીટ લાઈટો માટે ઉધરાવતા ટેક્સના પૈસા સામે સડક પર અંધારૂ મળ્યું છે.

SURENDRANAGAR : રાત્રે રસ્તા પર થતી સ્ટ્રીટ લાઈટો માટે સરકાર લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ કરે છે.. પરંતુ તંત્ર દ્વારા આ ટેક્સના પૈસાનો કયાંકને કયાંક વ્યય થતો હોય તેવી ઘટના સામે આવી છે.સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયતે વિજબીલ ન ભરતા વિજકંપનીએ ગ્રામ પંચાયતની સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખ્યું છે.PGVCLએ લખતર ગ્રામ પંચાયતને વારંવારની તાકીદ કરી છતાં રૂપિયા 89.14 લાખનું વિજબીલ ન ભરતા કંપનીએ ગ્રામ પંચાયત હસ્તક સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપવાની ફરજ પડી છે. લખતર ગ્રામ પંચાયતનું વિજ કનેક્શન કપાતા શહેરમાં ઘોર અંધારપટ્ટ છવાયો છે અને શહેરીજનોના સ્ટ્રીટ લાઈટો માટે ઉધરાવતા ટેક્સના પૈસા સામે સડક પર અંધારૂ મળ્યું છે.

આ પણ વાંચો : BHAVNAGAR : 1980માં બનેલું સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદેસર નીકળ્યું, ત્રણ દિવસમાં દુકાનો ખાલી કરવાની BMCએ નોટીસ આપી

આ પણ વાંચો : SURAT : શહેરમાં એક પછી એક 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા

Next Video