Surendranagar: ઓવર બ્રિજના કામમાં બેદરકારી, બ્રિજ પર પાંચમી વખત ગાબડું પડતા ઉઠયા અનેક સવાલો

ઓવર બ્રિજમાં વારંવાર ગાબડું પડી જતાં તંત્ર સહિત કોન્ટ્રાકટરની નબળી કામગીરી સામે આવી છે.જેના લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.. ઓવર બ્રિજમાં ગાબડાને કારણે કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લોકો કરી રહ્યાં છે.જ્યારે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર સંપર્ક કરતા ઓવરબ્રીજનું કામ કરનાર કન્સલટન્ટ અને કોન્ટ્રાકટરને જાણ કરવામાં આવી છે

Surendranagar: ઓવર બ્રિજના કામમાં બેદરકારી, બ્રિજ પર પાંચમી વખત ગાબડું પડતા ઉઠયા અનેક સવાલો
Surendranagar Overbridge Negligence
| Edited By: | Updated on: Apr 11, 2023 | 7:13 PM

સુરેન્દ્રનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ અનેક રજૂઆતો બાદ ઓવર બ્રિજ મંજૂર થયો હતો.વર્ષ 2018માં ઓવર બ્રિજનું લોકાર્પણ કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે આ ઓવર બ્રિજમાં પાંચમી વખત ગાબડું પડી જતાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી હતી.ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. આ લોકો તાત્કાલિક ઓવરબ્રીજ બંધ કરી યોગ્ય સમારકામ કરવા માંગ કરી રહ્યા છે.સુરેન્દ્રનગર જૂના જંક્શન પાસે વારંવાર રેલવે ફાટક બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને લોકોને હાલાકી પડી રહી હતી જેને ધ્યાને લઇ અનેક રજૂઆતો બાદ વર્ષ 2016 માં ઓવર બ્રિજ  મંજૂર થયો અને વર્ષ 2018 માં કામગીરી પૂર્ણ થયા બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અંદાજે 36 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું. કરોડોના ખર્ચે બનેલ ઓવર બ્રિજમાં ચાર વર્ષમાં પાંચમી વખત ગાબડું પડ્યું છે.

ગાબડાના રીપેરીંગની કામગીરી તાત્કાલિક કરવાની ખાત્રી આપી હતી

ઓવર બ્રિજમાં વારંવાર ગાબડું પડી જતાં તંત્ર સહિત કોન્ટ્રાકટરની નબળી કામગીરી સામે આવી છે.જેના લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.. ઓવર બ્રિજમાં ગાબડાને કારણે કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લોકો કરી રહ્યાં છે.જ્યારે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર સંપર્ક કરતા ઓવરબ્રીજનું કામ કરનાર કન્સલટન્ટ અને કોન્ટ્રાકટરને જાણ કરવામાં આવી છે અને ગાબડા ને કારણે કોઈ જાનહાનિની શક્યતાઓ નથી તેમ જણાવી ગાબડાના રીપેરીંગની કામગીરી તાત્કાલિક કરવાની ખાત્રી આપી હતી.પરંતુ કેમેરા સામે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.

આજે સવારે ઓવર બ્રિજમાં પાંચમી વખત ગાબડુ પડતા સ્થાનિકો એ તાત્કાલિક પુલ પર બેરીટેક મુકી અને એક તરફનો રસ્તો બંધ કરી દીધો હતો.શહેરીજનોએ વારંવાર પડતા ગાબડાથી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તેવી શંકાઓ વ્યકરી હતી.તેમજ ઓવર બ્રિજ માં ગાબડું પડતા વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં લોકો જવાબદાર તંત્ર, ઇજનેર, કોન્ટ્રાક્ટર પર કડક પગલા લેવા માંગ કરી રહ્યા છે.

(With Input, Sajid Belim, Surendranagar)

Published On - 4:33 pm, Tue, 11 April 23